કોઝિકોડઃ કેરળના કોઝિકોડ જિલ્લામાં તાવના કારણે બે લોકોના મોત બાદ નિપાહ વાયરસના ચેપની આશંકા છે. આરોગ્ય વિભાગે તેને ગંભીરતાથી લીધો છે. તાવના કારણે તાજેતરમાં થયેલા બે લોકોના મોત અંગે વિગતવાર તપાસ રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ આ બે લોકોના મોતનું કારણ શું હતું તે જાણી શકાશે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દેશમાં પ્રસરી રહ્યો છે નવો વાયરસ : કોઝિકોડ જિલ્લામાં તાજેતરમાં થયેલા બે મૃત્યુમાં નિપાહ વાયરસના સંક્રમણની આશંકાથી આરોગ્ય વિભાગે સાવચેતી રાખવા જણાવ્યું છે. સોમવારે સાંજે જારી કરાયેલ એડવાઈઝરીમાં, રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે કોઝિકોડમાં બે અકુદરતી મૃત્યુ થયા છે. આ મૃત્યુ નિપાહ વાયરસના કારણે થયા હોવાની આશંકા છે અને કહેવામાં આવી રહ્યું છે કે એક મૃતકના સંબંધીઓ પણ સઘન સંભાળ એકમમાં સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું : આવી સ્થિતિમાં રાજ્યના આરોગ્ય વિભાગે કોઝિકોડ જિલ્લામાં હેલ્થ એલર્ટ જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી. સ્વાસ્થ્ય વિભાગે નિપાહ સંક્રમણની આશંકાથી કોઝિકોડમાં તાવને કારણે થયેલા બે મૃત્યુની નિષ્ણાત તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસનું પરિણામ આજે સાંજે જાહેર કરવામાં આવશે. પ્રથમ શંકાસ્પદ વ્યક્તિનું 30 ઓગસ્ટે મૃત્યુ થયું હતું. તેની તપાસ થઈ શકી નથી.
સૌ પ્રથમ આ સમયે નોંધાયો હતો પ્રથમ કેસ : દક્ષિણ ભારતમાં પ્રથમ નિપાહ વાયરસનો પ્રકોપ મે 2018 માં કોઝિકોડથી નોંધાયો હતો. આ પ્રથમ ફાટી નીકળતાં મૃત્યુની સંખ્યા 18 હતી. બીજો કેસ 2019 માં કેરળના એર્નાકુલમ જિલ્લામાં નોંધાયેલ એક જ કેસ હતો. પાછળથી 2021 માં, કોઝિકોડમાં ફરીથી નિપાહની જાણ થઈ જ્યારે 12 વર્ષના બાળકનું એન્સેફાલીટીસથી મૃત્યુ થયું.
- Explainer: કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે નિપાહ વાયરસથી ફફડાટ, જાણો લક્ષણો અને સાવધાનીઓ
- કેરળમાં કોરોના પછી નિપાહ વાઈરસે કર્યો પગપેસારો, જુઓ શું છે આ વાઈરસ અને તેના લક્ષણો?