ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો - Playback singer lata mangeshkar

લતા મંગેશકરના નિધન પર 2 દિવસના (Lata Mangeshkar Passed Away) રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં (two day national mourning) આવી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો
Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો

By

Published : Feb 6, 2022, 4:24 PM IST

ન્યૂઝ ડેસ્ક : પ્લેબેક સિંગર લતા મંગેશકરના નિધનથી (Lata Mangeshkar Passed Away) હિન્દી સિનેમા અને દેશને મોટી ખોટ પડી છે. લતાજીના નિધન પર 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત (two day national mourning) કરવામાં આવી છે. આ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધો ઝુકાવવામાં આવશે અને તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. લતા મંગેશકરના નિધનથી આખો દેશ તૂટી ગયો છે. લતાજી લાંબા સમયથી બીમાર હતા અને રવિવારે 6 ફેબ્રુઆરીએ સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away : ભારતરત્ન લતા મંગેશકરનું નિધન, કોરોના બાદ થયા હતા ન્યુમોનિયાથી સંક્રમિત

લાંબા સમયથી તેમની સારવાર ચાલતી હતી

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતત સમદાનીએ આજે ​​એક નિવેદન જાહેર કર્યું હતું કે, લતા મંગેશકરનું રવિવારે સવારે 8:12 વાગ્યે નિધન થયું છે, તેમના શરીરના ઘણા અંગો ખરાબ થઈ ગયાં હતા. લાંબા સમયથી તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે જ સમયે, તેની નાની બહેન ઉષા મંગેશકરે પણ જણાવ્યું હતું કે, સુપ્રસિદ્ધ ગાયિકા કોરોના પોઝિટીવ હતા.

લતાજી ભારતની સૌથી લોકપ્રિય અને આદરણીય ગાયિકા

લતાજીના નિધન પર સમગ્ર બોલિવૂડ અને દેશ તેમને યાદ કરીને રડી રહ્યો છે. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ ઈન્દોરમાં થયો હતો. તે ભારતની સૌથી લોકપ્રિય અને આદરણીય ગાયિકા હતી. જેમનો 6 દાયકાનો કાર્યકાળ સિદ્ધિઓથી ભરેલો છે.

લતાજી ભારતીય સિનેમામાં પ્લેબેક સિંગર તરીકે ઓળખાય છે

લતાજીએ 30થી વધુ ભાષાઓમાં ફિલ્મી અને નોન-ફિલ્મી ગીતો ગાયા છે, પરંતુ તેઓ ભારતીય સિનેમામાં પ્લેબેક સિંગર તરીકે (Playback singer lata mangeshkar) ઓળખાય છે. તેમની બહેન આશા ભોંસલેની સાથે લતાજીનું સૌથી મોટું યોગદાન ફિલ્મી ગાયનમાં રહ્યું છે. લતાના જાદુઈ અવાજના ભારતીય ઉપમહાદ્વીપ તેમજ સમગ્ર વિશ્વમાં દિવાના છે. લતા દીદીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:લતા મંગેશકરના નિધન પર શોકમાં ડૂબ્યો દેશ, દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

લતાજી બાળપણથી જ સિંગર બનવા માંગતા હતા

લતાનો જન્મ ઈન્દોરમાં થયો હતો પરંતુ તેનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો, તે બાળપણથી જ સિંગર બનવા (singer lata mangeshkar) માંગતા હતા. પિતાના અવસાન પછી લતાએ પૈસાની ભારે તંગીનો સામનો કરવો પડ્યો અને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે અભિનય બહુ ગમતો ન હતો પરંતુ પિતાના અકાળે અવસાનને કારણે તેમણે પૈસા માટે કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરવું પડ્યું હતું. ઘણા સંઘર્ષ બાદ તેમણે સંગીતની દુનિયામાં એક અલગ જ સ્થાન બનાવ્યું હતું. લતા દીદીના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે.

ABOUT THE AUTHOR

...view details