- ગુરૂવારથી બે દિવસ માટે અયોધ્યામાં 2 દિવસ માટે યોજાશે બેઠક
- ટ્રસ્ટીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત કંપનીના અધિકારીઓ રહેશે ઉપસ્થિત
- બેઠકમાં રામ મંદિરના પાયો ભરવા અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે
આજથી 2 દિવસ માટે રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક
25 અને 26 ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં યોજાનારી શ્રી રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં ભાગ લેવા બુધવારે મોડી સાંજે સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા અયોધ્યા પહોંચ્યા હતા. પહોંચ્યા બાદ તેમણે સૌપ્રથમ ભગવાન રામ અને હનુમાનનાં દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. ગુરૂવારથી યોજાનારી શ્રીરામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં રામ મંદિરના પાયાની રચના અંગે વધુ ચર્ચા કરવામાં આવશે. મંદિરનો પાયા ખોદવાનું કામ 40 ફૂટ સુધી કરી દેવામાં આવ્યું છે. હવે પાયો ભરવા અંગે નિર્ણય લેવામાં આવશે.
અયોધ્યા: શ્રીરામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા બુધવારે અયોધ્યાની ચાર દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ આજે એટલે કે ગુરુવારથી શરૂ થનારી શ્રી રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં ભાગ લેશે. બેઠક જિલ્લાના સર્કિટ હાઉસમાં યોજાશે. આ બેઠકમાં રામ મંદિરનો પાયો ભરવાની કામગીરી અંગે અંતિમ નિર્ણય લેવાનો છે.
શ્રીરામ જન્મભૂમિ સંકુલનું સ્થળ નિરીક્ષણ કર્યું
બાંધકામ સમિતિના અધ્યક્ષ પૂર્વ આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા બુધવારે મોડી સાંજે અયોધ્યા પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે હનુમાનગઢી મંદિરની પૂજા-અર્ચના કરી હતી. આ પછી તેઓ રામલલાના દર્શન કરવા પહોંચ્યા હતા. રામલલાનાં દર્શન બાદ નૃપેન્દ્ર મિશ્રાએ શ્રીરામ જન્મભૂમિ સંકુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
પાયો ભરવા અંગે નિર્ણય લેવાનો છે
25 અને 26 ફેબ્રુઆરીની રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકમાં રામ મંદિરના પાયાની રચના અંગે વધુ ચર્ચા કરવામાં આવશે. મંદિરનો પાયો ખોદવાનું કામ 40 ફૂટ સુધી કરવામાં આવ્યું છે. હવે પાયો ભરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે
મંદિર નિર્માણ માટે ટેન્ડર મેળવનાર કંપની ટાટા કન્સલ્ટન્ટ, લાર્સન અને ટુબ્રો અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ બે દિવસીય બેઠકમાં ભાગ લેશે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનીલ મિશ્રાએ માહિતી આપી હતી કે, મંદિરનો પાયો ખોદવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બેઠકમાં તેને ભરવા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.