ગુજરાત

gujarat

મુખ્તાર અન્સારી ગેંગના બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

By

Published : Mar 4, 2021, 9:06 AM IST

ઉત્તરપ્રદેશના પ્રયાગરજ જિલ્લામાં STF દ્વારા મુખ્તાર અંસારી ગેંગ સાથે સંકળાયેલા બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યા છે.

મુખ્તાર અન્સારી ગેંગના બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર
મુખ્તાર અન્સારી ગેંગના બે શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર

  • મુ્ખ્તાર અન્સારી ગેંગ સાથે સંકળાયેલા હતા આરોપીઓ
  • મુન્ના બજરંગીના મોત બાદ તેઓ દિલીપ મિશ્રા માટે કરતા હતા કામ
  • પ્રયાગરજમાં હત્યા કરવાની ફિરાકમાં હતા બંને આરોપીઓ

પ્રયાગરાજ: જિલ્લામાં મોડીરાત્રે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ત્રાસવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અરૈલ વિસ્તારમાં કછાર ખાતે સર્જાયેલા આ એન્કાઉન્ટરમાં મુખ્તાર અન્સારી ગેંગના બે શૂટર વકીલ પાંડે અને અમજદ માર્યા ગયા હતા. ગેંગસ્ટર્સ મુન્ના બજરંગી અને મુખ્તાર અન્સારીના કહેવા પર તત્કાલીન નાયબ જેલર અનિલકુમાર ત્યાગીની હત્યામાં તેઓ વકીલ પાંડે અને અમજદ તરીકે ઓળખાયા હતા.

રાંચીની હોટવાર જેલનાં જેલરની સુપારી લીધી હતી

પોલીસના જણાવ્યા મુજબ, વકીલ પાંડે પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું. બંને મુખ્તાર અન્સારી ગેંગના શૂટર હતા. મુન્ના બજરંગીના મોત બાદ તેઓ દિલીપ મિશ્રા માટે કામ કરતા હતા. બંનેએ રાંચીની હોટવાર જેલના જેલ અધિકારીને મારી નાખવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો અને પ્રયાગરાજમાં પણ એક પ્રભાવશાળી વ્યક્તિની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું.

બંને આરોપીઓ સામે કુલ 44 પોલીસ કેસ

પોલીસનો દાવો છે કે, બંને પ્રયાગરાજમાં કોઈક સમ્માનનિય અથવા તો રાજકીય વ્યક્તિની હત્યા કરવાની ફિરાકમાં હતા. વકીલ પાંડે સામે આશરે 20 અને અમજદ વિરુદ્ધ આશરે 24 કેસો નોંધાઈ ચૂક્યાં છે. હાલ વકીલ પાંડે અને અમજદની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલા દેવામાં આવી છે. ઉપરાંત, તેમના અન્ય સાથીદારોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details