ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ, 2 લોકો થયા ઈજાગ્રસ્ત - ઉધમપુરમાં બ્લાસ્ટ

ઉધમપુરમાં બુધવારે રાત્રે પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી ખાલી બસમાં વિસ્ફોટ (Two Blasts In Eight Hours In Udhampur) થતાં 2 લોકો ઈજાગ્રસ્ત (2 People Were Injured In Blast) થયા હતા. ઉધમપુર DIG રિયાસી રેન્જ સુલેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ, 2 લોકો થયા ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ, 2 લોકો થયા ઈજાગ્રસ્ત

By

Published : Sep 29, 2022, 8:08 AM IST

ઉધમપુર (જમ્મુ અને કાશ્મીર) :જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં 2 વિસ્ફોટના (Two Blasts In Eight Hours In Udhampur) અહેવાલ છે. પહેલો વિસ્ફોટ બુધવારે રાત્રે ઉધમપુરના પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી ખાલી બસમાં થયો હતો. વિસ્ફોટમાં 2 લોકો ઈજાગ્રસ્ત (2 People Were Injured In Blast) થયા છે. જ્યારે બીજા બ્લાસ્ટ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. પહેલી ઘટના ઉધમપુર જિલ્લાના ડોમેલ ચોક ખાતેના પેટ્રોલ પંપ પાસે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી. વિસ્ફોટમાં નજીકમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ ચાલુ છે.

ઉધમપુરમાં 8 કલાકમાં 2 વિસ્ફોટ :ઉધમપુર DIG રિયાસી રેન્જ સુલેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details