- ગાઝિયાબાદમાં ઓક્સિજન સિલિન્ડરોના બ્લેક માર્કેટિંગનો ખુલાસો
- ઓક્સિજન સિલિન્ડરોની કાળાબજારી કરતા બે આરોપીની ધરપકડ
- પોલીસે 101 ઓક્સિજન સિલિન્ડર જપ્ત કર્યા
ગાઝિયાબાદ: પોલીસે ઓક્સિજન સિલિન્ડરોના બ્લેક માર્કેટિંગનો ખુલાસો કર્યો છે. આ કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 101 ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા છે. કોતવાલી ખંટાઘર, નંદગ્રામ પોલીસ સ્ટેશન અને SSPની વિશેષ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. પકડાયેલા બંને આરોપીઓ શહેરના કોતવાલી વિસ્તારના હોવાનું જણાવાયું છે. મહામારીમાં બંને ઓક્સિજન અને તેના સિલિન્ડરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને બ્લેક માર્કેટિંગ કરી રહ્યા હતા.
આ પણ વાચોઃ સુરત જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર
પોલીસે પાડ્યા દરોડા
પોલીસને ગુપ્ત માહિતી મળી હતી બાદમાં હિંડોન વિહાર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૈલા ભટ્ટા વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી કુલ 101 સિલિન્ડર મળી આવ્યા હતા. SSP અમિત પાઠકનું કહેવું છે કે, વધુ તપાસ ચાલી રહી છે.