દેહરાદૂન/તેજપુર : 28 મેથી ચીન સાથેની અરુણાચલ પ્રદેશની સરહદ પરથી ભારતીય સેનાના 2 સૈનિકો (Two Army Men Missing) ગુમ છે. હજી સુધી ઉત્તરાખંડના બંને જવાનોનો કોઈ સુરાગ મળ્યો નથી. જોકે, જવાનો માટે સેનાનું સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લાપતા બંને જવાન અરુણાચલ પ્રદેશમાં 7 ગઢવાલ રાઈફલ્સમાં તૈનાત હતા. 28મી મેથી બંને સૈનિકો વિશે કંઈ જાણવા મળ્યું નથી. બંને જવાન ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે, જ્યારે એકનો પરિવાર (Two Missing from Uttarakhand) હાલમાં દેહરાદૂન જિલ્લામાં રહે છે.
રુદ્રપ્રયાગના રહેવાસી - ચીન સરહદેથી ગુમ થયાના લગભગ બે અઠવાડિયા પછી પણ આ બંનેના સમાચાર ન મળતા મામલો કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય સુધી પહોંચ્યો છે. રુદ્રપ્રયાગના રહેવાસી ભારતીય સેનાના જવાન હરેન્દ્ર નેગીના ગુમ થવાના સમાચાર આવ્યા છે. આ પહેલા જવાન પ્રકાશ સિંહ રાણાના ગુમ (Two Missing Soldiers China Border) થવાના સમાચાર હતા ત્યારે બંને રુદ્રપ્રયાગના રહેવાસી હોવાનું કહેવાય છે. જ્યારે રાણાનો પરિવાર દહેરાદૂન જિલ્લાના પ્રેમનગરના અંબીવાલા વિસ્તારમાં રહે છે. 34 વર્ષીય જવાન પ્રકાશ રાણાએ તેની પત્ની સાથે છેલ્લીવાર 28 મેના રોજ વીડિયો કોલ દ્વારા વાત કરી હતી, પરંતુ તેની પત્નીને 29મીએ 7 ગઢવાલ રાઈફલ યુનિટમાંથી રાણાના ગુમ થવાની માહિતી મળી હતી.
આ પણ વાંચો :નિવૃત આર્મીના જવાનોના કારણે મુખ્યપ્રધાન પાછળના બારણેથી પહોંચ્યા ગાંધીનગર