નવી દિલ્હીઃ જામા મસ્જિદમાં શુક્રવારે થયેલા વિરોધ પ્રદર્શનના (Jama Masjid protest case) સંદર્ભમાં નોંધાયેલી FIRમાં પોલીસે IPCની કલમ 153A પણ ઉમેરી છે. આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને ત્યાં બનાવેલા વીડિયો પરથી વિરોધ કરી રહેલા 5 આરોપીઓની ઓળખ કરી હતી. જેમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી (Protest Against Nupur Sharma ) છે. તે જ સમયે, અન્ય ત્રણ આરોપીઓની શોધ ચાલુ છે. વિરોધ પ્રદર્શનમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો :Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત
નમાજ બાદ લોકો રસ્તા પર : મળતી માહિતી મુજબ, જામા મસ્જિદમાં શુક્રવારે બપોરની નમાજ પઢવામાં આવી હતી. નમાજ બાદ ત્યાં હાજર કેટલાક લોકો રસ્તા પર આવી ગયા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનકારીઓએ ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા વિરુદ્ધ સૂત્રોચ્ચાર (nupur Sharma controversy statement ) કર્યા અને તેમની ધરપકડની માંગ કરી હતી. લગભગ 15 મિનિટ સુધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રસ્તો સાફ કરાવ્યો હતો. આ બાદ, પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે મધ્ય જિલ્લા ડીસીપી શ્વેતા ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ અંગે તેણે આઈપીસીની કલમ 188 હેઠળ એફઆઈઆર પણ નોંધાવી હતી.
આ પણ વાંચો :રાજ્યમાં નુપુર શર્માને લઇને ફરી વખત આ શહેરમાં જોવા મળ્યો વિરોધ
IPCની કલમ 153A મુજબ ફરિયાદ :ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, શનિવારે આ કેસમાં 5 આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. તેમની શોધમાં પોલીસ ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, અન્ય આરોપીઓની ઓળખ માટે પણ પ્રયાસો ચાલુ છે. બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા માટે આ FIRમાં IPCની કલમ 153A પણ ઉમેરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ કેસમાં પોલીસ પોસ્ટર બનાવનારા લોકોની પણ માહિતી એકઠી કરી રહી છે. તેને છાપનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેના બાતમીદારો પાસેથી પણ આ પ્રદર્શનની માહિતી એકઠી કરી રહી છે.