ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ - Security key

ટ્વીટર પર હવે ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વધુ સિક્યોરિટી કીઝ વાપરી શકાશે. ટ્વીટર એકાઉન્ટની સુરક્ષા માટે વધુ એક પડ ઊભું કરીને પોતાના એકાઉન્ટને હેક થવાથી બચાવી શકવાનો વિકલ્પ આ રીતે પૂરો પાડવામાં આવ્યો છે.

ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ
ટ્વીટર પર ઓથેન્ટિફિકેશન મેથડ તરીકે વાપરી શકાશે સિક્યોરિટી કીઝ

By

Published : Mar 17, 2021, 12:47 PM IST

  • ટ્વીટર એકાઉન્ટની સુરક્ષા માટે વધુ કીઝ
  • ઓથેન્ટિફિકેશન મેથડના રુપમાં મળી નવી કી
  • ટ્વીટર એકાઉન્ટની સુરક્ષા માટે નવી સિક્યુરિટી કીઝ જોડવામાં આવી

નવી દિલ્હીઃ ટ્વીટર એકાઉન્ટની સુરક્ષા માટે કેટલીક નવી સિક્યુરિટી કીઝ જોડવામાં આવી રહી છે. બધી ડિવાઈસ પર એકાઉન્ટની સુરક્ષા કરવી બહુ જરુરી છે. તેથી આમ કરવામાં આવી રહ્યું છે. હવે તમારા મોબાઈલ અને વેબ એમ બંને પર એકસાથે વધારે સિક્યુરિટી કીઝ સાથે નામાંકન અને લોગઇન કરી શકાય છે.

ઓથેન્ટિફિકેટર એપ અથવા એસએમએસ કોડની જરુર

ટ્વીટરે આ બાબતે એલાન કર્યું છે કે લોકો ઝડપથી સુરક્ષા ચાવી એટલે કે સિક્યૂરિટી કીઝનો વપરાશ કરી શકશે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત પ્રમાણીકરણ- ઓથેન્ટિફિકેશન મેથડના રુપમાં જ થશે. માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મે કહ્યું છે કે હવે એક જ નહીં પણ વધુ સિક્યુરિટી કીઝનો ઉપયોગ કરી શકાશે. હાલપૂરતું સાઈન ઇન કરવા માટે ટ્વીટર યુઝર્સ એક સિક્યૂરિટી કીનો વપરાશ કરી શકે છે. બીજા ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન મેથડના રૂપમાં ઓથેન્ટિફિકેટર એપ અથવા એસએમએસ કોડની જરુર પડે છે.

આ પણ વાંચોઃ ઈન્ટરનેટ: આધુનિક સમયમાં સોશિયલ યુદ્ધનું મેદાન

સોશિયલ મીડિયા એકાઉન્ટની સુરક્ષા વધારવાનો હેતુ

કંપનીએ જણાવ્યું છે કે સિક્યુરિટી કીઝ વાપરીને પોતાનું એકાઉન્ટ સુરક્ષિત રાખો. હવે મોબાઈલ અને વેબ બંને પર એક સિક્યુરિટી કીઝના બદલે વધુ ચાવીનો ઉપયોગ કરીને લોગઇન કરી શકો છો. સિક્યુરિટી કીઝ ફિઝિકલ કીઝ હોય છે જેને યુએસબી અથવા બ્લૂટૂથની મદદથી કનેક્ટ કરવામાં આવે છે. તેને ઓનલાઈન સોશિયલ મીડિયા એકાઉન્ટને પ્રોટેક્ટ કરવા માટે વધુ સુરક્ષિત રીતે બનાવવામાં આવી છે. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન મેથડ ટ્વીટર એકાઉન્ટ માટે સુરક્ષાનું વધુ એક પડ ઊભું કરી આપે છે.

ABOUT THE AUTHOR

...view details