ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવ્યા - મનીષ મહેશ્વરી

ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવી દીધા છે. વર્તમાન સમયમાં ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન મનીષ મહેશ્વરીનું નામ ઘણું ચર્ચામાં હતું.

ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવ્યા
ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવ્યા

By

Published : Aug 13, 2021, 7:24 PM IST

Updated : Aug 14, 2021, 6:44 AM IST

  • ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવ્યા
  • યુપી સરકાર અને મનીષ મહેશ્વરી વચ્ચે વિવાદ
  • ગાઝિયાબાદ પોલીસે મહેશ્વરીને ફટકારી હતી નોટિસ

નવી દિલ્હી: ટ્વિટર ઇન્ડિયાએ મનીષ મહેશ્વરીને MD ના પદ પરથી હટાવી દીધા છે. વર્તમાન સમયમાં ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ દરમિયાન મનીષ મહેશ્વરીનું નામ ઘણું ચર્ચામાં હતું. મનીષ મહેશ્વરી હવે અમેરિકા શિફ્ટ થશે, જ્યાં તે રેવન્યુ સ્ટ્રેટેજી અને ઓપરેશન્સના સિનિયર ડિરેક્ટર તેમજ ન્યૂ માર્કેટની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

યુપી સરકાર અને મનીષ મહેશ્વરી વચ્ચે વિવાદ

અગાઉ, ઉત્તરપ્રદેશ સરકારે કર્ણાટક હાઇકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેણે ગાઝિયાબાદમાં એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલાના વાયરલ વીડિયો સાથે સંબંધિત કેસમાં ટ્વિટરના એમડી મનીષ મહેશ્વરીને ધરપકડ થતાં બચાવ્યો હતો.

કર્ણાટક હાઈકોર્ટે 24 જૂને ગાઝિયાબાદમાં લોની પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી FIRમાં મહેશ્વરીને રક્ષણ આપ્યું હતું. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ પણ આદેશ પસાર થાય તે પહેલા મહેશ્વરીએ પોતાનો કેસ રજૂ કરવા તકની માંગ કરી હતી.

ગાઝિયાબાદ પોલીસે મહેશ્વરીને ફટકારી હતી નોટિસ

ગાઝિયાબાદ પોલીસે મહેશ્વરીને નોટિસ ફટકારી હતી કે, તેણે એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ પર હુમલાના વાયરલ વીડિયો સંબંધિત તપાસમાં પૂછપરછ માટે લોની પોલીસ સ્ટેશન સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યુ હતુ.

આ બાબત એક વીડિયોના સર્ક્યુલેશન સાથે સંબંધિત

આ બાબત એક વીડિયોના સર્ક્યુલેશન સાથે સંબંધિત છે જેમાં વૃદ્ધ અબ્દુલ શમદ સૈફીએ જણાવ્યું હતું કે, કેટલાક યુવાનો દ્વારા તેમને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો જેણે તેમને 5 જૂનના રોજ જય શ્રી રામનો નારો લગાવવા માટે દબાણ કર્યું હતું. પોલીસે દાવો કર્યો હતો કે, કોમી અસંતોષ ઉશ્કેરવા માટે આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.

પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવા વિનંતી ફગાવી

15 જૂનના રોજ ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર ઇન્ક, ટ્વિટર કોમ્યુનિકેશન્સ ઇન્ડિયા, ન્યૂઝ વેબસાઇટ ધ વાયર, પત્રકારો મોહમ્મદ ઝુબેર અને રાણા અય્યૂબ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ સલમાન નિઝામી, મુસ્કુર ઉસ્માની, શમા મોહમ્મદ અને લેખક સબા નકવી સામે કેસ નોંધ્યો હતો. પોલીસે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવા માટે ટ્વિટર ઇન્ડિયાના અધિકારીઓની વિનંતીને ફગાવી દીધી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ બુલંદશહેર જિલ્લાના રહેવાસી સૈફી દ્વારા વેચવામાં આવેલા તાવીજથી નાખુશ હતા અને આ મામલે કોઈ કોમી એંગલ આપવાનો ઈન્કાર કર્યો હતો. ગાઝિયાબાદ પોલીસે ઘટનાની હકીકતો સાથે નિવેદન બહાર પાડ્યું હતું, છતાં આરોપીઓએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી વીડિયો હટાવ્યો ન હતો.

આ પણ વાંચો:IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક

સૈફીએ કથિત રીતે દાવો કર્યો હતો કે, તેના પર કેટલાક યુવકોએ હુમલો કર્યો હતો અને તેને જય શ્રી રામના નારા લગાવવાની ફરજ પડી હતી. પરંતુ પોલીસે કહ્યું કે, સૈફીએ 7 જૂને નોંધાયેલી FIRમાં આવો કોઈ આરોપ લગાવ્યો નથી.

Last Updated : Aug 14, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details