ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જાણો શા માટે, મણિપુરની 10 વર્ષની છોકરી તેની નાની બહેનને ગોદમાં લઇને સાથે જાય છે સ્કુલમાં - Manipur Girl attending classes with her younger Girl

મણિપુરના તામેંગલોંગની મીનિંગસિન્લિયુ પામી નામની છોકરીની એક તસવીર વાયરલ(Picture of a 10 year old girl from Manipur goes viral) થઈ છે, જેમાં તે તેની નાની બહેનને હાથમાં લઈને ક્લાસમાં જતી જોવા મળે છે(Girl attending classes with her younger Girl). આ ચિત્રે મણિપુરના પાવર, ફોરેસ્ટ, એન્વાયર્નમેન્ટ, ક્લાઈમેટ ચેન્જ, કૃષિ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીનું ધ્યાન ખેંચ્યું હતું.

મણિપુરની 10 વર્ષની છોકરી તેની નાની બહેનને ગોદમાં લઇને સાથે જાય છે સ્કુલમાં
મણિપુરની 10 વર્ષની છોકરી તેની નાની બહેનને ગોદમાં લઇને સાથે જાય છે સ્કુલમાં

By

Published : Apr 6, 2022, 4:04 PM IST

તામેંગલોંગ : 2 એપ્રિલના રોજ, સિંહે તેના અંગત ટ્વિટર હેન્ડલ પર છોકરીની એક તસવીર શેર કરી(Twitter bows to 10-year-old Manipur Girl), જેમાં છોકરી તેના ડાબા હાથથી બાળકને પકડી રાખેલી અને શાળાના પ્રાંગણમાં વર્ગમાં હાજરી આપતાં ધ્યાનપૂર્વક નોંધ લેતી જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું કે આ નાની બાળકીના શિક્ષણ પ્રત્યેના અપાર પ્રેમ અને સમર્પણથી તે સ્તબ્ધ થઈ ગયા છે.

મણિપુરની 10 વર્ષની છોકરી તેની નાની બહેનને ગોદમાં લઇને સાથે જાય છે સ્કુલમાં

આ પણ વાંચો -સાણંદ તાલુકાના અંતરિયાળ ગામોમાં યોગની પ્રત્યક્ષ તાલીમ આપતી 19 વર્ષની નિધિ

નાની બાળકીની સમજદારી -પ્રધાને એમ પણ કહ્યું કે છોકરી તેની બે વર્ષની બહેનની સંભાળ લઈ રહી છે કારણ કે તેના માતાપિતા નાની બાળકીના કારણો ખેતી કરી શકતા નહી. બિસ્વજીત સિંહે પણ ઉલ્લેખ કર્યો છે કે, તેણે પરિવારને શોધી કાઢ્યો અને તેમની સાથે વાત કરી. તેણે નાની છોકરીના સ્નાતક સુધીના શિક્ષણને વ્યક્તિગત રીતે નાણાં આપવાનું પણ વચન આપ્યું છે. ટૂંક સમયમાં, આ તસવીરે સોશિયલ મીડિયા પર હજારો લોકોના હૃદય પીગળાવી નાખ્યા છે અને ટ્વીટને 15,000 થી પણ વધુ લાઇક્સ મળી છે.

આ પણ વાંચો - નાના બાળકો માટે ખાદી કોટન મટીરીયલ્સના કાર્ટુન કેરેક્ટર માસ્ક મળતા થયા

શિક્ષણ પ્રધાને કર્યા વખાણ -કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ તેમના ટ્વીટ દ્વારા તેમના હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા, જ્યાં તેમણે કહ્યું કે શક્તિશાળી છબી આપણા દેશની છોકરીઓની આકાંક્ષા અને વધુ સારું જીવન બનાવવાના તેમના સંકલ્પને દર્શાવે છે.

માતા-પિતાની જવાબદારી નિભાવે - સમગ્ર દેશમાં યુઝર્સે નાની છોકરીને તેના માતા-પિતા દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને અત્યંત કાળજી સાથે લેવા બદલ વખાણ કર્યા છે અને સોશિયલ મીડિયા તેના શીખવાના નિર્ધાર માટે પ્રશંસા અને સમર્થનના રાઉન્ડ કરી રહ્યું છે. બાળકી મણિપુરના તામેંગલોંગ જિલ્લાની ડેલોંગ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની છે અને ધોરણ 4માં અભ્યાસ કરે છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details