નવી દિલ્હીઃટ્વિટરનો લાંબા સમયથી રાહ જોવાતો એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ આખરે સોમવારે મોડી સાંજે શરૂ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સને બ્લુ ટિક આપવામાં આવતા હતા. પરંતુ હવે તેમાંથી ઘણાને ગોલ્ડન ટિક આપવામાં આવે એ પ્રકારનું કંપનીનું આયોજન (Twitter Account verification) છે. ગયા મહિને, ટ્વિટરના સીઈઓ એલોન મસ્ક, (Elon Musk Twitter) વિલંબ માટે માફી માંગતી વખતે, જાહેરાત કરી હતી કે તેઓ આવતા શુક્રવાર સુધીમાં એક નવો વેરિફિકેશન પ્રોગ્રામ શરૂ કરશે. જો કે, તે આ સમયમર્યાદા (verified with three colours) પણ ચૂકી ગયા હતા અને સોમવારે મોડી સાંજે કાર્યક્રમ શરૂ થયો હતો.
શું કહ્યું માલિકેઃ એલોન મસ્કએ કહ્યું કે, 'ગોલ્ડન ટિક' કંપનીઓને આપવામાં આવશે, જ્યારે સરકારી સંસ્થાઓને 'ગ્રે ટિક' મળશે. તે જ સમયે, પહેલાની જેમ વ્યક્તિગત શ્રેણી માટે 'બ્લુ ટિક' આપવામાં આવતી રહેશે. જ્યાં સુધી નવી ઓટોમેટિક સિસ્ટમ ન બને ત્યાં સુધી આ તમામ એકાઉન્ટ્સ હાલમાં મેન્યુઅલી વેરિફાઈડ (Twitter Account Verification Program) કરવામાં આવશે. કંપનીના સુરક્ષા કર્મચારીઓની ચેતવણી છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 'ટ્વિટર બ્લુ' સબસ્ક્રિપ્શન શરૂ કરવામાં આવ્યું છે.