- રુપિન્દર કૌર રૂબીનું AAPના સભ્યપદેથી રાજીનામું
- ભટિંડા ગ્રામીણના ધારાસભ્ય રુપિન્દર કૌર રૂબી કોંગ્રેસમાં જોડાઈ
- રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડવા AAPમાંથી ટિકિટ મળવાની આશા નથી
ચંડીગઢ:ભટિંડા ગ્રામીણના ધારાસભ્ય( MLA of Bhatinda Grameen)રુપિન્દર કૌર રૂબી( Rupinder Kaur Ruby)કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મંગળવારે રાત્રે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા AAPછોડવાના નિર્ણયની જાહેરાત કરી હતી.
હું તાત્કાલિક અસરથી આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહી છું
રુબીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ, AAP કન્વીનર અને ભગવંત માન જી, તમને જાણ કરવામાં આવે છે કે હું તાત્કાલિક અસરથી આમ આદમી પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. કૃપા કરીને મારું રાજીનામું સ્વીકારો. આભાર, રૂપિન્દર કૌર રૂબી (ધારાસભ્ય, ભટિંડા ગ્રામીણ).
વિધાનસભામાં વિપક્ષના નેતા હરપાલ સિંહ ચીમાએ રૂબી પર કટાક્ષ કર્યો