ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tunisha Sharma Suicide: 'અલીબાબા' ફેમ તુનિષા શર્માએ સેટ પર જ કરી આત્મહત્યા - Tunisha Sharma Suicide

Tunisha Sharma Suicide: ટીવી એક્ટ્રેસ તુનીષા શર્માએ ટીવી સિરિયલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા (TV actress Tunisha Sharma committed suicide) કરી લીધી છે. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટ પર જ કરી આત્મહત્યા
ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ સેટ પર જ કરી આત્મહત્યા

By

Published : Dec 24, 2022, 6:55 PM IST

Updated : Dec 24, 2022, 9:56 PM IST

મુંબઈઃ અલીબાબા સાથે અનેક ટીવી શો કરી ચુકેલી એક્ટ્રેસ તુનિષા શર્માએ ફાંસી લગાવીને આત્મહત્યા (Tunisha Sharma Suicide) કરી લીધી છે. અભિનેત્રીની ઉંમર માત્ર 20 વર્ષની હતી. તેની આત્મહત્યા પાછળનું કારણ (TV actress Tunisha Sharma committed suicide) શું હતું તે હજુ સુધી બહાર આવ્યું નથી. જોકે અભિનેત્રી થોડા કલાકો પહેલા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી અને તેણે એક પોસ્ટ પણ શેર કરી હતી, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ પણ જાણોઃરાજકોટમાં પુત્રના મૃત્યુ બાદ માતાએ દોઢ જ કલાકમાં જીવન ટૂંકાવ્યું

જણાવી દઈએ કે તુનિષાએ (TV actress Tunisha Sharma ) 'વીર પુત્ર - મહારાણા પ્રતાપ' તેમજ 'ચક્રવર્તી અશોક સમ્રાટ' અને 'ઈન્ટરનેટ વાલા લવ' જેવા ઘણા શો કર્યા છે. આત્મહત્યાના દુખદ સમાચાર વચ્ચે તુનિષાની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. શેર કરેલી તસવીરમાં તે કંઈક વાંચતી જોવા મળી રહી છે. શેર કરેલી તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'જેઓ તેમના જુસ્સાથી પ્રેરિત છે તેઓ અટકતા નથી.

આ પણ જાણોઃભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા

Last Updated : Dec 24, 2022, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details