ન્યૂઝ ડેસ્ક:હિંદુ ધર્મમાં ગ્રહણને લઈને ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આ વખતે વર્ષ 2022નું (solar eclipse of 2022) છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર, એટલે કે દિવાળીનાબીજા દિવસે મંગળવારે થવાનું છે. તેનો સુતક સમય સવારથી જ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન સૂર્યમાંથી હાનિકારક કિરણો બહાર આવે છે, જેના કારણે ખોરાક અને પાણી દૂષિત થાય છે. આ માટે તેમાં તુલસીનાપાન (Rules for plucking basil leaves) અવશ્ય નાખવા જોઈએ. આમ કરવાથી આ વસ્તુઓ ગ્રહણ પછી પણ ખાવા યોગ્ય રહે છે. તુલસીના પાન તોડવા સંબંધિત ઘણા નિયમો ધાર્મિક ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યા છે. આ વખતે કેટલીક સળંગ તિથિઓ અને સમય છે, જેમાં તુલસીના (Significance of Tulsi worship) પાન તોડવું વર્જિત માનવામાં આવે છે. આ સંબંધમાં શાસ્ત્રો શું કહે છે...
21 ઓક્ટોબરે એકાદશી:આ વખતે 21 ઓક્ટોબર, શુક્રવારે એકાદશી અને દ્વાદશી તિથિનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે રમા એકાદશીનું વ્રત કરવામાં આવશે. એકાદશી તિથિએ (Worship of Tulsi on Ekadashi) તુલસીની પૂજા વિશેષ રીતે કરવામાં આવે છે, માટે આ દિવસે તુલસીના પાંદડા ભૂલથી પણ ન તોડવા જોઈએ. આમ કરવું મહાપાપ માનવામાં આવ્યું છે.
22એ પણ ન તોડો તુલસીના પાંદડા: ધર્મ ગ્રંથોના અનુસાર તુલસીના પાંદડા (Significance of Tulsi worship) દ્વાદશી તિથિએ પણ ન તોડવા જોઈએ. 22 ઓક્ટોબર, શનિવારની સાંજે લગભગ 6 વાગ્યા સુધી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ રહેશે, માટે આ દિવસે પણ તુલસીના પાંદડા તોડવા વર્જિત છે. સાંજે ત્રયોદશી તિથિ જરૂર થઈ જશે પણ સૂર્યાસ્ત બાદ તુલસીને અડવું ન જોઈએ, આમ ધર્મ ગ્રંથોમાં લખેલું છે.