ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટૂલકિટ કેસ: ટ્વિટર ઓફિસ પર દરોડાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું, સત્ય ડરતું નથી - કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કથિત રીતે 'કોવિડ ટૂલકિટ' કેસમાં દિલ્હી પોલીસ તરફથી માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટરની ઓફિસ પર દરોડા પાડવાને લઈને મંગળવારના રોજ કહ્યું કે, સત્ય ડરતું નથી. રાહુલ ગાંધીએ હેશટેગ ટૂલકિટ સાથે ટ્વીટ કર્યું હતું કે, સત્ય ડરતું નથી.

Rahul Gandhi
Rahul Gandhi

By

Published : May 25, 2021, 12:41 PM IST

  • ટ્વિટર ઓફિસ પર દરોડાને લઈ રાહુલ ગાંધીએ કહ્યું, સત્ય ડરતું નથી
  • ટૂલકિટ મામલે રાહુલે કર્યા શાબ્દિક પ્રહાર
  • ટ્વિટરે સંબિત પાત્રાના જ ટ્વિટને ગણાવ્યું 'મેનીપ્યુલેટેડ મીડિયા'

નવી દિલ્હી: ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ ટૂલકિટને લઈને ટ્વિટ કર્યુ હતુ. ટ્વિટરે આ ટ્વિટને ' મેનીપ્યુલેટેડ મીડિયા' ગણાવ્યું હતું. આ અંગે કાર્યવાહી કરતાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ટ્વિટરને એક નોટિસ મોકલી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ ટ્વિટરને પૂછ્યું કે, કંપની પાસે એવા કેવા તથ્યો છે કે જેના આધારે તેણે ટૂલકીટ અંગે કરેલા ટ્વિટને 'મેનીપ્યુલેટેડ મીડિયા' ગણાવ્યું છે. બાદમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે કથિત 'કોવિડ ટૂલકિટ' કેસની તપાસના સંદર્ભમાં સોમવારે સાંજે દિલ્હી અને ગુરુગ્રામમાં ટ્વિટર ઇન્ડિયા ઓફિસો પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: રાહુલ ગાંધીનું સરકાર પર નિશાનઃ 'મોદી સિસ્ટમ' ને નિંદ્રામાંથી જાગૃત કરવી જરૂરી

ટૂલકિટ મામલે રાહુલે કર્યા શાબ્દિક પ્રહાર

ટૂલકિટ મામલે ટ્વિટર કાર્યાલયો પર દિલ્હી પોલીસના દરોડાના એક દિવસ બાદ રાહુલ ગાંધીએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, 'સત્ય ડરતું નથી' સાથે જ હેશટેગ ટૂલકિટનો ઉપયોગ કર્યો હતો.

રાહુલ ગાંધીનું ટ્વિટ

આ પણ વાંચો: કોરોના રસી, ઓક્સિજન અને દવાઓ સાથે વડાપ્રધાન મોદી પણ ગુમ: રાહુલ ગાંધી

ટ્વિટરે સંબિત પાત્રાના જ ટ્વિટને ગણાવ્યું 'મેનીપ્યુલેટેડ મીડિયા'

સંબિત પાત્રાએ કેન્દ્ર સરકારના કોરોના પ્રયત્નોને બદનામ કરવા માટે કોંગ્રેસ પર 'ટૂલકીટ' નો સહારો લીધો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ટ્વિટરે સંબિતના આ ટ્વિટને 'મેનીપ્યુલેટેડ મીડિયા' તરીકે ઓળખાવ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે આ વાંધો ઉઠાવ્યો હતો

પુરાવાના આધારે કરવામાં આવશે તપાસ
કેન્દ્ર સરકારે કહ્યું કે, આ ટૂલકીટ કેસ તપાસ માટે કાયદા અમલીકરણ એજન્સીઓ સમક્ષ વિચારણા હેઠળ છે. આ કેસની તપાસ ટ્વિટરના આધારે નહીં પણ તથ્યો અને પુરાવાના આધારે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details