ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણામાં ખેડૂત આંદોલનમાં સામેલ મહિલા ખેડૂતોને ટ્રકે કચડી નાખ્યા, 3ના મોત - ખેડૂતોના આંદોલનમાં સામેલ

હરિયાણાના બહાદુરગઢમાં (Bahadurgarh, Haryana)ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં ઝજ્જર રોડ (Jhajjar Road)પર, ડિવાઈડર પર બેઠેલી આંદોલનકારી મહિલા (Agitating women)ખેડૂતોને એક ઝડપી ટ્રકે કચડી નાખી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા ખેડૂતોના મોત થયા છે અને એક મહિલા ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે.

હરિયાણામાં ખેડૂત આંદોલનમાં સામેલ મહિલા ખેડૂતોને ટ્રકે કચડી નાખ્યા, 3ના મોત
હરિયાણામાં ખેડૂત આંદોલનમાં સામેલ મહિલા ખેડૂતોને ટ્રકે કચડી નાખ્યા, 3ના મોત

By

Published : Oct 28, 2021, 10:51 AM IST

  • હરિયાણાના બહાદુરગઢમાં મહિલા ખેડૂતોને એક ટ્રકે કચડી નાખી
  • આ અકસ્માતમાં ત્રણ મહિલા ખેડૂતોના મોત થયા
  • ટ્રકે ડિવાઈડર પર બેઠેલી આ મહિલાઓને અડફેટે લીધી

બહાદુરગઢઃ હરિયાણાના બહાદુરગઢમાં (Bahadurgarh, Haryana)ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. અહીં ઝજ્જર રોડ (Jhajjar Road)પર, ડિવાઈડર પર બેઠેલી આંદોલનકારી મહિલા ખેડૂતોને એક ઝડપી ટ્રકે કચડી નાખી હતી. આ અકસ્માતમાં(Accident) ત્રણ મહિલા ખેડૂતોના મોત (Death of three women farmers)થયા છે અને એક મહિલા ખેડૂત ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ મહિલા ખેડૂતને પગમાં ફ્રેક્ચર થયું છે. જેને સ્થાનિક તબીબોએ સારવાર માટે રોહતક પીજીઆઈ(Rohtak PGI) રીફર કર્યા છે.

સ્પીડમાં આવતી ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ

આ અકસ્માત ઝજ્જર રોડ (Accident Jhajjar Road)પર થયો હતો. એવું કહેવાય છે કે ખેડૂતોના આંદોલનમાં સામેલ આ મહિલાઓ બહાદુરગઢના બાયપાસ પર રહેતી હતી અને પંજાબ(Punjab) જવા માટે ઝજ્જર રોડ પર ડિવાઈડર પર ઓટોની રાહ જોઈ રહી હતી. તેઓને રેલ્વે સ્ટેશને જવાનું હતું. તે જ સમયે એક સ્પીડમાં આવતી ટ્રક ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને ડિવાઈડર પર બેઠેલી આ મહિલાઓને અડફેટે લીધી હતી.

અકસ્માતમાં બે મહિલા ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત

અકસ્માત એટલો ખતરનાક હતો કે બે મહિલા ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક મહિલાનું બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અકસ્માતમાં એક મહિલા ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયાનું જાણવા મળ્યું છે. સ્થાનિક તબીબો દ્વારા તેમને રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

પોલીસે ટ્રકને પોતાના કબજામાં લઈ અકસ્માતની તપાસ શરૂ કરી

પોલીસે ટ્રકને પોતાના કબજામાં લઈ અકસ્માતની તપાસ શરૂ કરી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ મહિલાઓ પંજાબના માનસા જિલ્લાની વૃદ્ધ મહિલા ખેડૂતો હતી. તેમના નામ છિન્દ્રાકુર પત્ની ભાન સિંહ ઉંમર 60 વર્ષ, અમરજીત કૌર પત્ની હરજીત સિંહ ઉંમર 58 વર્ષ, ગુરમેલ કૌર પત્ની ભોલા સિંહ ઉંમર 60 વર્ષનો સમાવેશ થાય છે. અન્ય એક મહિલા ખેડૂત ગુરમેલ સિંહ પત્ની મેહરને પણ ઈજા થઈ હોવાની માહિતી છે. તેને સારવાર માટે રોહતક પીજીઆઈમાં રિફર કરવામાં આવ્યો છે, હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃપૂણે પોલીસે કિરણ ગોસાવીની કરી ધરપકડ, બપોરે કોર્ટમાં રજૂ કરાશે

આ પણ વાંચોઃ'અમારી જીત થઈ, પેગાસસ લોકશાહી પર હુમલો', સુપ્રીમ કોર્ટના ચુકાદા પર બોલ્યા રાહુલ ગાંધી

ABOUT THE AUTHOR

...view details