શિરડીઅકસ્માતનો દર દિવસે દિવસે વધી રહ્યો છે. ઝડપી વાહનો ચલાવામાં અનેક લોકોના ભોગ લેવાઇ જાય છે. ત્યારે એવો જ એક બનાવ ફરી વાર બન્યો છે. મુંબઈથી શિરડી આવી રહેલી ખાનગી બસ નં. MH04 SK 2751 અને શિરડીબાજુથી સિન્નર બાજુ જઈ રહેલી માલવાહક ટ્રક નં. MH48T1295 વચ્ચે ટક્કર થઈ હતી. પઠારેથી પીંપળવાડી ટોલ બૂથ વચ્ચે વન-વે ટ્રાફિક ચાલતો હતો. આ બસમાં અંબરનાથ થાણે (truck bus accident in shirdi) વિસ્તારના લગભગ 50 મુસાફરો શિરડી જઈ રહ્યા હતા. મુસાફરોને સારવાર માટે શિરડીની સુપર હોસ્પિટલ અને નાસિક ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સિન્નર ગ્રામીણ હોસ્પિટલપોલીસે જણાવ્યું કે મુંબઈથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકના સિન્નર તહસીલના પથારે શિવર પાસે સવારે લગભગ 7 વાગે અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતકોમાં સાત મહિલાઓ, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને સિન્નર ગ્રામીણ હોસ્પિટલ અને યશવંત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે એક ખાનગી લક્ઝરી બસ થાણે જિલ્લાના અંબરનાથથી અહમદનગર જિલ્લાના શિરડી જઈ રહી હતી. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
સહાયની જાહેરાતમુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાસિક શિરડી હાઈવે પર ખાનગી બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. મુખ્યપ્રધાએ મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાયની જાહેરાત કરી છે. અને અકસ્માતની તપાસ કરવાની સૂચના પણ આપી છે.
આ પણ વાંચો Indian Railway: મુંબઈ જતી ટ્રેનનું કપલિંગ તૂટ્યું, પ્રવાસીઓ અટવાયા