- દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા બળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો
- સેનાને ચિત્રગામના કેશ્વા ગામમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી
- બુધવારે રાત્રે આતંકવાદી આતંકી અનાયત અસરફ ડારે એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી
શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા બળોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ એન્કાઉન્ટર ચિત્રગામ વિસ્તારમાં થયું હતું. મળતી માહિતી અનુસાર, ચિત્રગામના કેશ્વા ગામમાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની સૂચના મળતા સુરક્ષા બળોના જવાનોએ તપાસ અભિયાન શરૂ કર્યું હતું. તે દરમિયાન એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર મરાયો છે. પોલીસના મતે, બુધવારે રાત્રે આતંકવાદી અનાયત અસરફ ડારે એક વ્યક્તિ પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ સેનાના સૂત્રોથી મળેલા ઈનપુટના આધારે આતંકવાદીને શોધવા સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકવાદીને ઠાર માર્યો હતો.
ઘટનાસ્થળ પરથી પિસ્તોલ અને દારૂગોળો મળ્યો
આ અંગે મળતી માહિતી અનુસાર, સેનાએ આતંકવાદીને મારતા પહેલા સરેન્ડર કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે ઈનકાર કરી દીધો હતો. સેનાને ઘટનાસ્થળ પરથી એક પિસ્તોલ અને દારૂગોળો પણ મળી આવ્યો છે. સેનાએ આતંકવાદી અસરફ ડારને સરેન્ડર કરવા કહ્યું હતું, પરંતુ તેણે સેનાની વાત માનવાથી ઈનકાર કરી દીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતક આતંકવાદી ડાર ડ્રગ્સ મામલામાં પણ શામેલ હતો.