ગુજરાત

gujarat

Tripura: અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ

By

Published : Jul 3, 2021, 6:09 AM IST

Updated : Jul 3, 2021, 6:18 AM IST

ત્રિપુરા(Tripura)ની રાજધાની અગરતલામાં શેરીના બાળકો માટે એક જ પરિવારના 5 ભાઈ-બહેનોએ આગળ આવી એક નવો રસ્તો બતાવ્યો છે. આ એવા બાળકો છે જે શાળાએ જવાની ઉંમરમાં બાળ મજૂરી કરી રહ્યા છે. જેઓને બાળ મજૂરી કરીને પણ તેના કમાયેલા રુપિયાની ગણતરી કરવામાં માટે પણ અસમર્થ છે.

અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ
અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ

  • ત્રિપુરાની રાજધાનીમાં શેરીના બાળકો પણ કરશે અભ્યાસ
  • આ બાળકો બાળ મજૂરી કરી કમાયેલા રુપિયા ગણવામાં પણ અસમર્થ
  • અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ

ત્રિપુરા: રાજ્યની રાજધાની અગરતલામાં શેરીઓમાં વસ્તા અમુક બાળકો એવા છે કે જેઓ શિક્ષણના મહત્વથી અજાણ હતા. આ બાળકોને પેન્સિલ કેવી રીતે પકડવી તેનાથી પણ અજાણ હતા. આ બાળકો ક્યારેય શાળાનું પગથિયું નથી ચડ્યુ. આવા સમયે અગરતલાના એક જ પરિવારના 5 ભાઈ-બહેનો આવા બાળકોની વ્હારે આવ્યા છે.

અગરતલાના 5 ભાઈ-બહેન દ્વારા બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ

જયંત મજુમદારે ETV Bharat સાથે કરી વાતચીત

5 ભાઈ બહેનોમાંથી જયંત મજુમદારે ETV Bharat સાથે કરેલી વાતચીતમાં જણાવ્યુ કે, તેઓ જ્યારે રસ્તા પરથી નીકળતા તો જોતા કે કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા આ બાળકોને ભોજન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. પરંતુ તેઓ માટે કોઈ સંસ્થા દ્વારા બાળકોના શિક્ષણ કોઈ પહેલ કરવામાં આવી ન હતી.

બાળકોના મુળભૂત શિક્ષણ માટે એક પહેલ કરી

અગલતરાના આ 5 ભાઈ-બહેનોએ મળી બાળકોના મુળભૂત શિક્ષણ માટે એક પહેલ કરી છે . આ પહેલ અંતર્ગત 7 બાળકો અભ્યાસ માટે આવ્યા છે. જેમાંથી 4 બાળકોને ચાઈલ્ડ હોમ સાથે વાત કરી સરકારી ગાઈડલાઈન પ્રમાણે ચાઈલ્ડ કેર સંસ્થાને સોંપ્યા છે. આ બાળકો હવે ચાઈલ્ડ હોમ કેર સંસ્થામાં રહેશે. સાથે જ તેમણે કહ્યુ કે, તેમને શેરીના બાળકોના માતા-પિતા તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બધા તેમના બાળકોને મૂળભૂત શિક્ષણ માટે મોકલવામાં સહકાર આપી રહ્યા છે.

બાળકોના ઉજવળ ભવિષ્ય માટે એક કદમ

આ પાંચેય યુવાનોમાંથી 4 ભાઈઓમાંથી કોઈ જોબ કરી રહ્યા છે. કોઈકનો હજુ અભ્યાસ ચાલુ છે તો એક PHD કરે છે. અને તેમની બહેન પરિણિત છે અને હાઉસવાઈફ છે. તેઓએ વિચાર્યુ હતુ કે ,તેમને શેરીના બાળકોને શિક્ષણ આપવું છે. આ બાળકો તેમનું જીવન તેમના માતા-પિતાથી સારી રીતે વ્યતીત થઈ શકે. આ વિચાર સાથે તેમણે શેરીના બાળકો અભ્યાસ કરતા થાય તે માટે એક પહેલ કરી છે. જેથી બાળકોનું ભવિષ્ય ઉજવળ થાય.

આ પણ વાંચોઃLockdown: સેવા ફાઉન્ડેશન વેલ્ફેર ટ્રસ્ટે લોકડાઉનમાં મહેકાવી માનવતાની મહેર

શેરીના બાળકો માટે એક નવી આશા જગાડી

આ પાંચેય ભાઈ-બહેનોએ તેમના શિક્ષણનો ઉપયોગ યોગ્ય દિશામાં કરી રહ્યા છે. અગરતલાની શેરીના બાળકો માટે પણ એક નવી આશા જગાડી છે. આ યુવાનો દ્વારા 16 જૂનથી શરુ કરવામાં આવેલા કાર્યમાં સ્થાનિક પોલીસ પણ તેઓની મદદ કરી રહી છે.

Last Updated : Jul 3, 2021, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details