અગરતલા: ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ કુમાર દેબે પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. બિપ્લબ દેબ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BJP આગામી વિધાનસભા ચૂંટણીમાં નવા ચહેરા સાથે જવા માંગે છે. ટૂંક સમયમાં જ પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી શકે છે, જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે, જે રાજ્યના નવા મુખ્યમંત્રી હશે.
ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેબે પદ પરથી આપ્યું રાજીનામું
ત્રિપુરાના મુખ્યપ્રધાને બિપ્લબ દેબે પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિપ્લબ દેબે કહ્યું કે પાર્ટી હાઈકમાન્ડે તેમને રાજીનામું આપવા કહ્યું છે. મેં સંસ્થાના હિતમાં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે.
ત્રિપુરાના મુખ્યપ્રધાન બિપ્લબ દેબે પદ પરથી આપ્યું રાજીનામું
રાજીનામું આપવા પાછળનું કારણ - રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે કહ્યું, સંગઠનના હિતમાં સીએમ પદ પરથી રાજીનામું આપ્યું. પાર્ટીનો નિર્ણય સર્વોપરી છે. મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. પાર્ટી હાઈકમાન્ડે રાજીનામું આપવા કહ્યું હતું. હવે આપણે 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવાની છે.