નવી દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન તેમના પિતા સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને પૂર્વ અમલદાર જવાહર સરકારે વડાપ્રધાન અને જયશંકરને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
વિદેશ પ્રધાન પર આકરા સવાલ:વિદેશ પ્રધાન ડો. જયશંકરના આ નિવેદન મામલે ટીએમસીના સાંસદ જવાહર સરકારે ટ્વીટ કરીને તેમના પર સવાલો ઉભા કર્યા હતા. તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એસ. જયશંકરના પિતા દ્વારા ગુજરાત દંગા અંગે આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે 'કે. સુબ્રમણ્યમે કહ્યું હતું કે ગુજરાતમાં ધર્મની હત્યા થઈ છે. જે લોકો નિર્દોષ લોકોનું રક્ષણ કરી શક્યા નથી તેઓ દોષી છે. ભગવાન રામ તેમના ધનુષ અને બાણનો ઉપયોગ ગુજરાતના અસુર શાસકો સામે કરશે. આ ઉપરાંતજવાહર સરકારે લખ્યું હતું કે 'દીકરાને શરમ આવવી જોઈએ જે અસુરોની સેવા કરે છે'.
વિદેશ પ્રધાનને ભૂલવાની બીમારી?: વિદેશ પ્રધાને એજન્સીને આપેલા ઈન્ટરવ્યુમાં ભાજપમાં જોડાવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે તેઓ દેશના ભલા માટે યોગ્ય સમયે યોગ્ય પક્ષમાં જોડાયા હતા. તેમના નિવેદન પર પ્રહાર કરતાં જવાહર સરકારે પૂછ્યું કે શું જયશંકરને ભૂલવાની બીમારી છે?