- જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ
- BSFના એક જવાન થયા શહિદ
- રાજકીય ગતિવિધિઓથી આપવામાં આવી અંતિમ વિદાય
- રવિવારે પણ 4 જવાનો થયા હતા શહિદ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના માછિલ સેક્ટરમાં અથડામણમાં શહિદ થયેલા BSF જવાનને શ્રીનગરમાં શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
રાજકીય ગતિવિધિઓથી આપવામાં આવી અંતિમ વિદાય
ઉત્તરી કાશ્મીરમાં માછિલ સેક્ટરમાં અથડામણમાં શહિદ થયેલા BSFના કોસ્ટેબલ સુદિપ સરકારને શ્રીનગરમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન શિહદ જવાનને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરક્ષાબળો અને આંતકીઓના અથડામણમાં અન્ય 4 જવાનો પણ શહિદ થયા હતા.
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ અર્પી શ્રધ્ધાંજલિ
આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રવિવારે શહિદ થયેલા 4 જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.એક અધિકારિક પ્રવક્તાનું કહેવું છે કે, ઉપરાજ્યપાલે જવાનોના બલિદાનને બિરદાવી સલામ કર્યુ હતુ. દેશની અખંડતા અને સંપ્રભુતાની રક્ષા કરતા તેમના દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા સાહસ અને વીરતાની પ્રસંશા કરી હતી.
સિન્હાએ કહ્યુ કે રાષ્ટ્ર હંમેશા આવા વીર સપૂતોના ઋણી રહશે જેમણે દેશ માટે પોતાની જીવનું બલિદાન આપ્યુ હતુ.પ્રવક્તાએ કહ્યુ કે ઉપરાજ્યપાલે શહિદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિવંગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
સેનાના એક અધિકારી સહિત સુરક્ષા બળોના 4 જવાનો રવિવારે નિયંત્રણ રેખાની પાસે મછિલ સેક્ટરમાં આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલી ઘુસણખોરીને નાકામ કરવા માટે શહિદ થયા હતા. સેનાએ આ દરમિયાન 3 આંતકવાદીઓને પણ ઠાર કર્યા હતા.