ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નારાયણપુરમાં શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ - શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી

નારાયણપુરમાં શહીદ થયેલા જવાનોને પોલીસ લાઇનમાં શ્રદ્ધાંજલિ અર્પી હતી. અધિકારીઓ-કર્મચારીઓ, ધારાસભ્યો મોહન માર્કમ, ચંદન કશ્યપ અને અન્ય લોકોના પ્રતિનિધિઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

naksal humlo
નારાયણપુરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

By

Published : Mar 24, 2021, 7:16 PM IST

  • નક્સલી હુમલાં 5 જવાનો શહિદ
  • પોલીસ લાઇનમાં આપવામાં આવી શ્રદ્ધાંજલિ
  • મોટી નક્સલી ઘટનાને આપ્યો પરીણામ

નાયારણપુરા: મંગળવારે નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા IED (Improvised explosive device)ની ઝપેટમાં આવીને 5 જવાન શહિદ થઇ ગયા હતા. આ જવાનોને પોલીસ લાઇનમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ સભામાં બસ્તર IG સુંદરરાજ પી, ધારાસભ્ય ચંદન કશ્યપ, ધારાસભ્ય મોહન મરકામ સહિત ગામલોકો હાજર હતા.

શ્રદ્ધાંજલિ આપતા રડી પડ્યા પરિવારજનો

જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના સમયે તેમના પરિજનો રડી પડ્યા હતા. વાતાવરણમાં શોકની લાગણી પ્રસરી હતી, ગામવાળાઓની આંખોમાં પણ આ સમયે આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો :છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં કોબ્રા બટાલિયનના 10 જવાન ઇજાગ્રસ્ત

મોટી નક્સલી ઘટનાને આપ્યો પરિણામ

નક્સલીઓ દ્વારા મંગળવારે કડેનારા અને કાન્હાગાંમની વચ્ચે મરોડા ગામની નજીક એક મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. નક્સલીઓ દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલી IEDની ઝપેટમાં પ્રવાસીઓથી ભરેલી બસ આવી ગઇ હતી. આ હુમલામાં 5 જવાન શહિદ થઇ ગયા હતા અને લગભગ 19 જવાન ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત જવાનોને ઘૌડાઈના પ્રાથમિક સારવાર કેન્દ્ર બાદ નારાયણપુરના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત જવાનોને હેલીકોપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવ્યા હતા. એક ખાનગી હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો : બિહાર પોલીસ પર થઇ શકે છે નક્સલી હુમલો, પોલીસ તંત્ર એલર્ટ

શહિદ થનારા જવાનની યાદી

શહિદ થનારા જવાનોમાં પ્રધાન આરક્ષક પવન મંડાવી, જયલાલ ઉઇકે, આરક્ષક સેવક સલામ, આરક્ષક ચાલક સલામ, આરક્ષક ચાલક દેહારી, આરક્ષક ચાલક વિજય પટેલ સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details