ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tribute: મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - મુખ્યપ્રધાન યોગીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભારતીય જનસંઘના સંસ્થાપક અને આ પહેલા અધ્યક્ષ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ (shyama prasad shyama prasad mukherjee death anniversary) પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (cm yogi adityanath) શ્રદ્ધાંજલિ (Tribute) આપી છે. 23 જૂન 1953ના દિવસે તેમની રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઈ ગઈ હતી. ભારતીય જનતા પાર્ટી આ દિવસને 'બલિદાન દિવસ' તરીકે ઉજવે છે.

Tribute: મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Tribute: મુ્ખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

By

Published : Jun 23, 2021, 9:23 AM IST

  • યોગી આદિત્યનાથે શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ (shyama prasad shyama prasad mukherjee death anniversary) અર્પણ કરી
  • ભાજપે શ્યામાપ્રસાદ મુખર્જી (shyama prasad shyama prasad mukherjee)ના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી
  • દેશની એકતા અને અખંડતા માટે જીવનું સમર્પણ કરનારા મુખર્જીને શ્રદ્ધાંજલિ અપાઈ

લખનઉઃ ભારતીય જનસંઘ (Bharatiya Jansangh)ના સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી (shyama prasad shyama prasad mukherjee)ના બલિદાન દિવસ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) તેમને શ્રદ્ધાંજલિ (Tribute) અર્પણ કરી છે. મુખ્યપ્રધાન યોગીએ કહ્યું હતું કે, એક દેશમાં 2 વિધાન, 2 પ્રધાન અને 2 નિશાન નહીં ચાલેનું સૂત્ર આપવા અને દેશની એકતા અને અખંડતા માટે પોતાના જીવનું સમર્પણ કરનારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને બલિદાન દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું.

આ પણ વાંચો-વડાપ્રધાને વીર સાવરકરને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું 23 જૂન 1953ના દિવસે મૃત્યુ થયું હતું

6 જુલાઈ 1901ના દિવસે કોલકાતાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો જન્મ થયો હતો. તેમના પિતા આશુતોષ બાબુ પોતાના જમાનાના વિખ્યાત શિક્ષણવિદ્ હતા. તેવામાં અખિલ ભારતીય જનસંઘના સંસ્થાપક તથા રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રમાં ખ્યાતિ મેળવનારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનું 23 જૂન 1953ના દિવસે મૃત્યુ થઈ ગયું હતું. આ એક મોત હતી કે ષડયંત્ર આટલા વર્ષો પછી પણ તે જાણવા નથી મળ્યું. ડો. મુખર્જી પોતાની પ્રતિભાથી સમાજને ચમત્કૃત કરી દીધો હતો. મહાનતાના દરેક ગુણ તેમને વારસામાં મળ્યા હતા.

આ પણ વાંચો-કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા Vadodara City Congressએ કહ્યું - કોરોનાની બીજી લહેર ઘાતક બની તે માટે સરકાર જવાબદાર

રહસ્યમય પરિસ્થિતિઓમાં થઈ હતી મોત

ડો. મુખર્જી 33 વર્ષની ઉંમરે કોલકાતા યુનિવર્સિટીના કુલપતિ બન્યા હતા. 4 વર્ષના કાર્યકાળ બાદ તેઓ કોલકાતા વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે, કાશ્મીરમાં જવા માટે કોઈની પરવાનગી ન લેવી પડે. વર્ષ 1953માં 8 મેએ તેઓ પરવાનગી વગર દિલ્હીથી કાશ્મીર માટે નીકળી પડ્યા હતા. જ્યાં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન શેખ અબ્દુલ્લા સરકારે ધરપકડ કરી હતી. આ દરમિયાન રહસ્યમય સ્થિતિમાં તેમનું મોત થયું હતું. ભારતીય જનતા પાર્ટી આ દિવસને બલિદાન દિવસ તરીકે ઉજવે છે.

ABOUT THE AUTHOR

...view details