હૈદરાબાદઃટ્વિટર હોય તો કંઈક કંઈક ટ્રેન્ડ થતું જ રહે છે, પરંતુ છેલ્લા બે દિવસથી આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે તે આશ્ચર્યચકિત કરનારૂ (twitter one word trend) છે. જેમાં કોઈ હેશ ટેગ નથી, અને કોઈ વિષય પણ નથી. તેમ છતાં એક પેટર્ન છે અને વિવિધ શાખાઓ, વિભાગો, વિચારધારાઓ અને ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો આ ટ્રેન્ડનો એક ભાગ બની રહ્યા છે. આ ટ્રેન્ડ એક શબ્દની ટ્વિટનો ટ્રેન્ડ છે. સેલિબ્રિટીથી લઈને નાસા સંસ્થાઓ પણ આ ટ્રેન્ડમાં ભાગ લઈ રહી છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરથી લઈને સચિન તેંડુલકર વન વર્ડ ટ્વીટ કરીને આ ટ્રેન્ડને આગળ લાવી રહ્યા છે. trend without any hash tag
આ પણ વાંચો :હેકર્સ કોમ્પ્યુટર પર હુમલો કરવા નાસાની પ્રખ્યાત આ ઇમેજનો કરે છે ઉપયોગ
વિદેશથી ચાલુ થયો ભારત પહોંચ્યો :ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કરીને માત્ર એક શબ્દ 'એકતા' લખ્યો હતો, જ્યારે સચિનનો શબ્દ 'ક્રિકેટ' હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને 'ડેમોક્રેસી' શબ્દ ટ્વીટ (Biden Twitted Democracy) કર્યો છે. આ ઉપરાંત, નાસાએ તેના સત્તાવાર હેન્ડલ પર યુનિવર્સ લખ્યું હતું. અત્યાર સુધી આવા લાખો ટ્વીટ થઈ ચૂક્યા છે. જે સ્પીડ સાથે વન વર્ડ ટ્વીટનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જોતા લાગે છે કે, આ પ્રક્રિયા ઘણી આગળ વધશે. આમાં બીજી ઘણી હસ્તીઓના નામ પણ જોવા મળી શકે છે. (Universe on Twitter handle)
આ પણ વાંચો :ફેસબુકે આ સુવિધાને બંધ કરવાની જાહેરાત કરી
એક શબ્દની ટ્વિટનો ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો ?: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકન ટ્રેન સેવા સાથે જોડાયેલી કંપની Amtrak એ સૌથી પહેલા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટ શુક્રવાર, 2 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે કરવામાં આવ્યું હતું. આ ટ્વીટમાં કંપનીએ માત્ર 'ટ્રેન' શબ્દ લખ્યો હતો. આ ટ્વિટ સામે આવ્યા બાદ ટ્વિટર પર આ આખો ટ્રેન્ડ શરૂ થયો હતો. અમેરિકાથી શરૂ થયેલો આ ટ્વિટર ટ્રેન્ડ આખી દુનિયામાં ટ્રેન્ડ થવા લાગ્યો છે. માત્ર સેલિબ્રિટીઝ અને સામાન્ય યુઝર્સ જ નહીં, પરંતુ અનેક મોટી સંસ્થાઓ પણ તેમાં જોડાઈ હતી. યુએસ સ્પેસ એજન્સી નાસાએ 'યુનિવર્સ' ટ્વિટ કર્યું હતું, ICCએ ટ્વિટ કર્યું 'ક્રિકેટ', સ્ટારબક્સે એક શબ્દ ટ્વીટ કર્યો - 'કોફી'. આ સિવાય ગૂગલ મેપ્સ અને WWE જેવી સંસ્થાઓ પણ આ વન વર્ડ ટ્વીટ ટ્રેન્ડમાં જોડાઈ છે.