ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતે અપનાવી 'જેવા સાથે તેવા'ની નીતિ, બ્રિટનથી આવનારા યાત્રીઓ માટે ક્વોરન્ટાઇન ફરજિયાત - બ્રિટનથી આવતા યાત્રીઓ માટે કોરોના નિયમો

બ્રિટન (Britain)થી ભારત આવનારા તમામ નાગરિકોને 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન(Quarantine) માં રહેવું પડશે. 4 ઑક્ટોબરથી આ નિયમો લાગુ થશે. આને બ્રિટન પર જવાબી કાર્યવાહી (Retaliation against Britain) તરીકે જોવામાં આવી રહ્યું છે. બ્રિટને થોડાક દિવસ પહેલા ભારત સહિતના કેટલાક દેશોથી આવતા નાગરિકો પર આવા જ નિયમો લગાવ્યા હતા.

ભારતે અપનાવી 'જેવા સાથે તેવા'ની નીતિ
ભારતે અપનાવી 'જેવા સાથે તેવા'ની નીતિ

By

Published : Oct 1, 2021, 8:36 PM IST

  • બ્રિટનથી આવતા યાત્રીઓએ ક્વોરન્ટાઇન રહેવું પડશે
  • આવતા પહેલા અને બાદમાં કોવિડ ટેસ્ટ કરાવવો પડશે
  • બ્રિટને લગાવ્યા હતા 'ભેદભાવપૂર્ણ નિયમો', ભારતે આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બ્રિટનથી આવનારા નાગરિકોને ફરજિયાત રીતે ક્વોરન્ટાઇન (Mandatory quarantine for citizens coming from Britain) કરવાનો નિર્ણય કર્યો છે. આને બ્રિટન પર વળતી કાર્યવાહી ((Retaliation against Britain)) તરીકે જોવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી કે 4 ઑક્ટોબર બાદ બ્રિટનથી ભારત આવનારા તમામ યાત્રીઓને 10 દિવસ માટે ક્વોરન્ટાઇન (10 Days Quarantine For Travelers From Britain) કરવામાં આવશે.

બ્રિટિશ નાગરિકો માટે ક્વોરન્ટાઇન અને કોવિડ ટેસ્ટિંગ ફરજિયાત

કોવિડ-19 મહામારી (Covid 19 Pandemic)ને લઇને બ્રિટન દ્વારા ભારતીય નાગરિકો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના જવાબમાં ભારતે બ્રિટિશ નાગરિકોની વિરુદ્ધ વળતો પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આમાં બ્રિટિશ નાગરિકોને ભારત આવવા પર 10 દિવસનો ફરજિયાત ક્વોરન્ટાઇન અને આવવાથી પહેલા અને બાદમાં કોવિડ ટેસ્ટિંગ જેવી શરતો રાખવામાં આવી છે.

72 કલાકની અંદર કોવિડ-19 RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે

નિયમો પ્રમાણે યુકેથી ભારત આવનારા તમામ બ્રિટિશ નાગરિકોને તેમના રસીકરણ ઉપરાંત યાત્રાથી 72 કલાકની અંદર કોવિડ-19 RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ક્વોરન્ટાઇન માટે ઘર અથવા ડેસ્ટિનેશન એડ્રેસને પણ સામેલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સરકારે કેટલાક દિવસ પહેલા નવા નિયમો જાહેર કર્યા હતા.

બ્રિટને ભારત સહિતના કેટલાક દેશો માટે લાગુ કર્યા 'ભેદભાવપૂર્ણ નિયમો'

આ નિયમોમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત સહિત કેટલાક અન્ય દેશોથી યાત્રા કરીને બ્રિટન પહોંચેલા વ્યક્તિએ 10 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે અને કોવિડ-19નો ટેસ્ટ પણ કરાવવાનો રહેશે. એટલું જ નહીં, જે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે, તેમણે પણ ફરજિયાત રીતે ક્વોરન્ટાઇનમાં રહેવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. આ નિયમ પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ભેદભાવપૂર્ણ નિયમ છે.

આ પણ વાંચો: Drone attack in Syria : સીરિયામાં ડ્રોન હુમલામાં અલ-કાયદાનો ખુંખાર આતંકી માર્યો ગયો

આ પણ વાંચો: બ્રિટિશ સાંસદોએ કાશ્મીર પર રજૂ કર્યો પ્રસ્તાવ, ભારતે કરી આકરી ટીકા

ABOUT THE AUTHOR

...view details