- મુંબઈ મહાનગરના 86 પોલીસકર્મીઓની બદલી
- NIAએ પુછપરછ કરેલા કર્મચારીઓની પણ બદલી
- સચિન વાઝેના સહકર્મીઓની પણ કરી દેવાઈ બદલી
આ પણ વાંચોઃપવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરના 86 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં એવા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે, જેની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ પુછપરછ કરી હતી.
આ પણ વાંચોઃસચિન વાઝેને ફરજ પર પરત લેવા શિવસેનાએ મારી ઉપર દબાણ કર્યું હતુંઃ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ ક્રાઈમબ્રાન્ચના 65 કર્મચારીઓની બદલી કરાઈ
શહેરના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટમાં વાઝેના સહકર્મી API રિયાઝુદ્દીન કાઝીને સ્થાનિક હથિયાર એકમમાં મોકલી દેવામાં આવ્યા છે, જે તેમની બરાબરીમાં ઓછા મહત્ત્વનો વિભાગ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મુંબઈ ક્રાઈમબ્રાન્ચના 65 અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.