શ્રીનગર: કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની (Target Killing 2022) વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને 177 કાશ્મીરી પંડિત શિક્ષકોને શનિવારે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની (Amit Shah security review meeting) અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક બાદ આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં, ખીણમાં બે પરપ્રાંતિય મજૂરોના મૃત્યુ પછી, લઘુમતી સમુદાયના સેંકડો પરિવારો (Kashmiri Pandits Employees) ભયભીત છે. ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓને કારણે, સ્થળાંતરિત કાશ્મીરી પંડિત કર્મચારીઓને જમ્મુ પાછા ફરવું પડ્યું છે.
આ પણ વાંચો:જ્ઞાનવાપી બાદ શું હવે આ મસ્જિદનો વારો? હિન્દુ સંગઠનોએ ધમકી આપતા જામિયામાં પોલીસના ધાડેધાડા
સુરક્ષા વધારો કર્યો:સરકાર દ્વારા તારીખ 6 જૂન સુધીમાં પૂરતી સુરક્ષા આપવાના વચન છતાં, ઘણા પ્રવાસીઓ, સરકારી કર્મચારીઓ તેમના પરિવાર સાથે જમ્મુ ગયા છે. જ્યારે અન્ય કાશ્મીરી પંડિત કર્મચારીઓ પણ અહીંથી જવાની તૈયારી કરી રહ્યા છે. જ્યાં સુધી કાશ્મીરી પંડિત શિક્ષકોની બદલીનો સવાલ છે, ત્યાં સુધી વહીવટીતંત્રે ઉક્ત કર્મચારીઓ અને તેમના પરિવારોને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા સાથે તે સ્થાનો પર સ્થાનાંતરિત કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોની વધારાની તૈનાતી કરવામાં આવી છે. અનેક એવા વિસ્તારો પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રતલામમાં થયો એલિયન જેવા બાળકનો જન્મ, ડોક્ટરે આવું થવા પાછળનું જણાવ્યું કારણ
વિરોધ પ્રદર્શન: છેલ્લા કેટલાક અઠવાડિયાથી ખીણ વિસ્તારમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓને પગલે, કાશ્મીરી પંડિત અને સરકારી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે એવી માંગણી કરી રહ્યા છે કે તેમને જમ્મુ અથવા અન્ય સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવે. ખાસ ત્યાં જ્યાં તેમના જીવને કોઈ ખતરો ન હોય. તેઓ તેમની જવાબદારી પણ નિભાવી શકે. વિરોધ પ્રદર્શન કરનારાઓએ સરકારને એવું પણ કહ્યું કે, જ્યાં સુધી પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં ન આવે, સુરક્ષિત સ્થળે સૌને ખસેડવામાં ન આવે ત્યાં સુધી કોઈ ફરજ નહીં નિભાવે. તાજેતરમાં ટાર્ગેટ કિલિંગ દરમિયાન કાશ્મીરી પંડિત અને સરકારી કર્મચારી રાહુલ ભટ્ટ તેમજ હિન્દુ મહિલા શિક્ષિકા રજની બાલાની અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.