શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર):લગભગ 14 કલાકની અંદર દક્ષિણ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બીજી અથડામણ (Encounter in Jammu-Kashmir) નોંધાઈ છે. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા (two terrorist killed) ગયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.
પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમ
આ બાબતે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન (search operation in kashmir) શરૂ કર્યું હતું. આ બાદ આતંકવાદીઓએ સૈનિકો પર હુમલો કર્યો, જે બાદ જવાબી કાર્યવાહી કરવામાં આવી. જેમાં 2 આંતકવાદિઓને ઠાર મારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Jammu Kashmir: પુલવામાં એન્કાઉન્ટરમાં હિજબુલ મુજાહિદીન નામનાં આતંકી ઠાર
આ પણ વાંચો:Terrorists Attack in Srinagar: કાશ્મીરમાં સુરક્ષા દળની બસ પર આતંકી હુમલામાં 2 પોલીસ જવાન શહીદ