ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Indian Railway: એરપોર્ટની તર્જ પર રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ વસૂલશે ફી, લાંબા અંતરની યાત્રા થશે મોંઘી - New Rule Of Indian Railway

લાંબા અંતરની રેલ યાત્રા આગામી સમયમાં મોંઘી થશે. કારણ કે, ભારતીય રેલવે (New Rule Of Indian Railway) પુનઃવિકાસિત સ્ટેશનો પર ચડતા કે ઉતરતા પ્રવાસીઓ પર સ્ટેશન ડેવલપમેન્ટ ફી (Station Development Fee) તરીકે રૂપિયા 10થી રૂપિયા 50 વસૂલવાનું આયોજન કરી રહી છે.

STATION DEVELOPMENT FEE
STATION DEVELOPMENT FEE

By

Published : Jan 9, 2022, 7:35 AM IST

નવી દિલ્હીઃ દેશમાં લાંબા અંતરની રેલ યાત્રા મોંઘી (Long distance rail travel will be expensive) થશે. કારણ કે, રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ ફી (Station Development Fee) વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. જોકે ઉપનગરીય પ્રવાસીઓને આમાં છૂટ મળશે.

રેલવે બોર્ડ પરિપત્ર જાહેર કરશે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુકિંગ દરમિયાન ટ્રેન ટિકિટમાં ચાર્જ ઉમેરવાની સંભાવના છે પરંતુ આ ફી આવા સ્ટેશનો ચાલુ થયા પછી જ વસૂલવામાં આવશે. ઉપભોક્તા શુલ્કને ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવશે. તમામ એરકન્ડિશન્ડ ક્લાસ માટે 50 રૂપિયા, સ્લીપર ક્લાસ માટે 25 રૂપિયા અને અનરિઝર્વ્ડ ક્લાસ માટે 10 રૂપિયા ફી લેવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ઉપનગરીય રેલ યાત્રા માટે સ્ટેશન ડેવલપમેન્ટ ફી (Indian Railways at redeveloped stations) લેવામાં આવશે નહીં.

અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે

આમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ પણ 10 રૂપિયા મોંઘી થશે. સ્ટેશન ડેવલપમેન્ટ ફી (SDF) આવા સ્ટેશનો પર ચડતા અને ઉતરતા પ્રવાસીઓ પાસેથી વસૂલવામાં આવશે. આવા તમામ સ્ટેશનો પર SDF એકસમાન હશે અને તેના પર એક અલગ ઘટક અને લાગુ GST તરીકે ચાર્જ લેવામાં આવશે. જેના માટે અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.

વિવિધ સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે

અધિકારીઓએ જણાવ્યું હતું કે, SDF લાદવાથી રેલવે માટે સતત આવકનો પ્રવાહ સુનિશ્ચિત થશે અને ખાનગી ખેલાડીઓને આકર્ષવા માટે રેલવેને નાણાકીય રીતે સધ્ધર બનાવશે. ભારતીય રેલ્વેમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે વિવિધ સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ- મધ્ય રેલવેના રાણી કમલાપતિ સ્ટેશન અને પશ્ચિમ રેલવેના ગાંધીનગર રાજધાની સ્ટેશનને વિકસાવવામાં આવ્યા છે અને ચાલુ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Chemical tanker leaks in Surat : ઘટનામાં GPCB'ના અધિકારી સહિત PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ

આ પણ વાંચો: કઝાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી એજન્સીના ભૂતપૂર્વ વડાની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details