બાલાસોર:ભીષણ ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 238 લોકોના મોત થયા છે. આ ઘટનામાં 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. બાલાસોરના સ્થાનિક લોકો ઘાયલોની મદદ માટે આગળ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા હોસ્પિટલોની બહાર કતારમાં ઉભા છે. ભારતીય સેનાના કર્નલ એસકે દત્તાએ જણાવ્યું હતું કે શનિવાર રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે અને કોલકાતાથી વધુ સેનાના જવાનો આવ્યા છે. કર્નલ એસકે દત્તાએ કહ્યું કે અમે ગઈકાલ રાતથી સતત (બચાવ કામગીરીમાં) વ્યસ્ત છીએ. કોલકાતાથી સેનાના વધુ જવાનો આવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે,કુલ 200 એમ્બ્યુલન્સ રાહત કાર્યમાં લાગેલી છે. જેમાં 108 રેસ્ક્યુના 167 કાફલા અને 20થી વધુ સરકારી એમ્બ્યુલન્સ છે. તેમના સિવાય 45 મોબાઈલ હેલ્થ ટીમો સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. એસસીબીના 25 ડોકટરોની ટીમની સાથે 50 વધારાના ડોકટરોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, PRM MCH, બારીપાડા અને SCB MCH માંથી ફોરેન્સિક મેડિસિન નિષ્ણાતો (FMTs) મૃત શરીરના નિકાલની દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
અમારી 6 ટીમો ગઈ રાતથી અહીં કામ કરી રહી:આરોગ્ય સેવાઓના નિયામક, બ્લડ સેફ્ટીના નિયામક, વધારાના DMET અને અન્ય ત્રણ વધારાના નિર્દેશકો બાલાસોરમાં છે અને આરોગ્ય ટીમો સાથે સંકલન કરી રહ્યા છે. NDRFના વરિષ્ઠ કમાન્ડન્ટે જણાવ્યું કે ગત રાતથી છ ટીમો કામ કરી રહી છે. એનડીઆરએફના વરિષ્ઠ કમાન્ડન્ટ જેકબ કિસ્પોટ્ટાએ જણાવ્યું હતું કે અમારી 6 ટીમો ગઈ રાતથી અહીં કામ કરી રહી છે. અમારી ડોગ સ્ક્વોડ અને મેડિકલ ટીમ પણ બચાવ કામગીરીમાં લાગેલી છે.
દક્ષિણ રેલવેના સીપીઆરઓએ જણાવ્યું હતું કેચેન્નાઈ હાવડા કોરોમંડલ એક્સપ્રેસ ઓડિશાના બાલાસોરમાં બહાનાગા સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. અનેક બોગી પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. ભારતીય રેલ્વેએ કોઈપણ મુસાફર અંગે કોઈપણ પ્રકારની પૂછપરછ માટે ઈમરજન્સી નંબર 916782262286 જારી કર્યો છે. જેનો સંપર્ક કરીને તમે મુસાફર વિશે પૂછપરછ કરી શકો છો. તમને જણાવી દઈએ કે 12841 શાલીમાર - મદ્રાસ કોરોમંડલ એક્સપ્રેસ શાલીમારથી બપોરે 3.20 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે સાંજે 4.50 વાગ્યે એમજી રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશન (ચેન્નઈ) પહોંચે છે. બાલાસોર પાસે ટ્રેનને અકસ્માત નડ્યો અને તમને જણાવી દઈએ કે બાલાસોર ખાતે ટ્રેનનો આવવાનો સમય સાંજે 6.32 વાગ્યાનો છે.
- Balasore Train Accident: એન્જિન અથડાયા બાદ કોચને થઈ અસર, આ રીતે થઈ 3 ટ્રેનની એકસાથે ટક્કર
- Bahanaga train accident: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ, અહીં જુઓ સંપુર્ણ યાદી
- Train Accident Update: ઓડિશાના બાલાસોરમાં કોરોમંડલ એક્સપ્રેસ ક્રેશ, 900 ઘાયલ, 233ના મોત, PMએ ટ્વિટ કર્યું