- ગુજરાતના ટ્રક ચાલકને રોકીને વસૂલીની નિયતથી રૂપિયા 20 હજારનું ચલણ ભરવાનો દબાવ કર્યો હતો
- ટ્રક માલિકેDCP ટ્રાફિકને ફરિયાદ કરી હતી
- કાર્યવાહી કરીનેDCP ટ્રાફિક ખ્યાતી ગર્ગે ટીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે
લખનઉ: નો એન્ટ્રીના નામ પર ટ્રાફિક પોલીસની વસૂલીની એક મોટી ઘટના સામે આવી છે. આક્ષેપ કરવામાં આવે છે કે, ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર (ટીએસઆઈ) રણજીત પાઠકે ગોસાઇગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના અહિમામઉ ચારરસ્તા પર ગુજરાતના ટ્રક ચાલકને રોકીને વસૂલીની નિયતથી રૂપિયા 20 હજારનું ચલણ ભરવાનો દબાવ કર્યો હતો.
આ પણ વાંચોઃસુશીલ કુમાર પર 1 લાખનું ઇનામ જાહેર કરાયું, કુસ્તીબાજની હત્યા કરવાનો આરોપ
ટ્રક માલિકે DCP ટ્રાફિકને ફરિયાદ કરી હતી. કાર્યવાહી કરીને DCP ટ્રાફિક ખ્યાતી ગર્ગે ટીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે અને વિભાગીય તપાસ માટે એક ટીમની રચના કરી છે, જે TSI પરના આક્ષેપોની તપાસ કરશે.
જાણો પુરી ઘટના
ડીસીપી ટ્રાફિકના જણાવ્યા અનુસાર, ગયા રવિવારે બપોરે TSI રણજીત પાઠક અહિમામઉ ખાતે તેની ફરજ પર હતા. આ દરમિયાન તેમણે ગુજરાત પ્રાંતની એક ટ્રકને અટકાવી હતી. ટ્રકનો માલિક ગુજરાતનો રહેવાસી રમેશચંદ્ર છે. તેનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે. એવો આરોપ છે કે, TSIએ ડ્રાઈવરને અટકાવ્યો હતો અને કહ્યું હતું કે, નો એન્ટ્રીમાં કેવી રીતે આવી ગયા. તે પછી તેની પાસેથી કાગળ લીધો.