- એમ્બ્યુલન્સની મદદે આવ્યો ટ્રાફિક પોલીસકર્મી
- પોલીસકર્મીએ ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી
- સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા
હૈદરાબાદ: એક ટ્રાફિક પોલીસનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસકર્મીએ એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી હતી. હવે સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની પ્રશંસા થઈ રહી છે.
પોલીસકર્મીએ ટ્રાફિક દુર કરવા માટે 2 કિલોમીટરની દોડ લગાવી
આપને જણાવી દઈએ તો બીમાર દર્દીને સારવાર માટે લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સ માટે રસ્તા પરનો ટ્રાફિક દુર કરવા પોલીસકર્મીએ દોડ લગાવી હતી. એમ્બ્યુલન્સ હૈદરાબાદના એબિડ્સથી કોટી તરફ જઈ રહી હતી. તે દરમિયાન એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી. ટ્રાફિક પોલીસ કૉન્સ્ટેબલની ઓળખ બાબાજીના રુપમાં થઈ છે.