- લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે પરંપરાઓ
- ઉજ્જૈનના ભિડવડ ગામમાં અનોખી પરંપરા
- લોકો જીવ જોખમમાં મૂકીને પોતાને ગાયો વડે કચડાવે છે
ઉજ્જૈનઃ ભારતે ભલે વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા દુનિયામાં પોતાની એક મજબૂત ઓળખ બનાવી હોય પરંતુ આજે પણ ઘણી એવી પરંપરાઓ છે, જેને લોકો પોતાના જીવના જોખમે નિભાવી રહ્યા છે. ઉજ્જૈનના ભિડવડ (Bhidavad) ગામમાં પણ લોકો આવી જ પરંપરા (Tradition) ને અનુસરી રહ્યા છે. આમાં લોકો નીચે જમીન પર સૂઈ જાય છે, પછી લોકો ઉપરથી ગાયોનું ટોળું પસાર કરાવવામાં આવે છે.
આ પણ વાંચો: દેશની આઝાદીમાં ઓરિસ્સાના આદિવાસી લોકોનો મહત્વનો ફાળો, ઇતિહાસના પાનામાંથી અનેકના નામ ગાયબ
લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે
લોકોને આમાં નુકસાન પણ થાય છે પરંતુ લોકો કરે છે. લોકોનું માનવું છે કે, આવું કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ દ્રશ્ય જોઈને સામાન્ય લોકોને ભલે અચરજ થાય પરંતુ આ લોકો માટે આ સામાન્ય વાત છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. પરંપરા અનુસાર માનતા રાખનારા સાત લોકોએ દિવાળીના પાંચ દિવસ પહેલા અગિયારસથી માતા ભવાનીના મંદિરમાં રોકાવું પડે છે. આ દરમિયાન લોકો ઉપવાસ પણ કરે છે, ત્યારબાદ દીપાવલીના બીજા દિવસે મંદિરમાં પૂજા કર્યા પછી સાત લોકોને શોભાયાત્રાના રૂપમાં ગામમાં લઈ જવામાં આવે છે. આ પછી આ લોકોને જમીન પર સુવડાવવામાં આવે છે. પછી આ લોકો ઉપરથી ગાયોના ટોળાને પસાર કરાવવામાં આવે છે.