ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લો બોલો, ઓપરેશન દરમિયાન ગર્ભવતી મહિલાના પેટમાં આખો ટુવાલ રહી ગયો - अमरोहा ताजा खबर

ઉત્તરપ્રદેશ અમરોહાની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગર્ભવતી મહિલાના ઓપરેશન દરમિયાન તેના પેટમાં ટુવાલ (up towel left in womb of women) રહી ગયો હતો. તે જ સમયે, ડોકટરે તેમને ઠંડીના કારણે પેટમાં દુખાવો હોવાનું કહીને રજા આપી હતી.

towel-left-in-womb-of-women-during-operation-in-amroha
towel-left-in-womb-of-women-during-operation-in-amroha

By

Published : Jan 4, 2023, 7:23 PM IST

અમરોહાઃજિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો (operation in amroha ) સામે આવ્યો છે. અહીં 20 ડિસેમ્બરે મહિલાને લેબર પેઈનને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે ઓપરેશન દરમિયાન ડોક્ટર્સે તેના પેટમાં ટુવાલ છોડી દીધો હતો. (up towel left in womb of women) મામલો ધ્યાને આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ પછી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. રાજીવ સિંઘલે બુધવારે તપાસના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે પીડિતા દ્વારા હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.

જાણો આખો મામલોનૌગાવાના સદાત પોલીસ સ્ટેશન વિસ્તારના બંસખેડી ગામના રહેવાસી શમશેર અલીએ જણાવ્યું કે તેણે પ્રસુતિની તકલીફ બાદ 20 ડિસેમ્બરે તેની પત્ની નજરાનાને ડૉક્ટર મતલુબ (Dr Matloob Amroha ) દ્વારા સંચાલિત સૈફી નર્સિંગ હોમમાં દાખલ કરાવ્યો હતો. (Saifee Nursing Home) અહીં ઓપરેશન દરમિયાન મેડિકલ સ્ટાફની બેદરકારીના કારણે મહિલાના પેટમાં ટુવાલ રહી ગયો હતો. જ્યારે નજરાનાએ પેટમાં દુખાવાની ફરિયાદ ડોક્ટર મતલુબને કરી, ત્યારે ડોક્ટરે તેને પાંચ દિવસ પછી એટલે કે 25 ડિસેમ્બરે ઠંડીનું બહાનું કાઢીને રજા આપી.

આ પણ વાંચો:ઈન્ડિયા ગેટ પાસે જગ્યાના ઝઘડામાં સુરક્ષાકર્મી જ બન્યો ભોગ

આ રીતે સામે આવ્યું સત્ય,પીડિતા અલીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે ઘરે આવ્યા પછી પણ નજરાનાની તબિયતમાં સુધારો ન થયો ત્યારે તેને અમરોહાના ડો.ગર્ગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં તેમના પેટમાં ઓપરેશન દરમિયાન તબીબે ટુવાલ છોડી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ નઝરાનાનું ફરીથી અમરોહામાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન પેટમાંથી ટુવાલ નીકળતાં પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા.

આ પણ વાંચો:દિલ્હીમાં વધુ એક યુવતી બની ભોગ: બ્રેકઅપથી નારાજ પ્રેમીએ ચાકુ મારી દીધુ

ત્યારે આરોગ્ય વિભાગનેઆ બાબતની જાણ થતા જ ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સીએમઓ ડૉ. રાજીવ સિંઘલે ઉતાવળે આ કેસની તપાસ નોડલ ઓફિસર ડૉ. શરદને સોંપી હતી. રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીએમઓએ કહ્યું કે જો કે શમશેર અલી દ્વારા હજુ સુધી લેખિતમાં કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. પરંતુ હજુ પણ તપાસ થશે.

ABOUT THE AUTHOR

...view details