- વિશ્વની 8 અજાયબીમાંતાજમહેલપણ સામેલ
- મુખ્ય ગુંબજમાં પ્રવેશવા રૂપિયા 200 વધુ ચૂકવવા પડશે
- આગરા ડિવિઝનલ કમિશનર અમિત ગુપ્તાએ આપી માહિતી
આગરાઃ વિશ્વભરની 8 અજાયબીમાં સામેલ તાજમહેલને પ્રેમની ઈમારત તરીકે ઓળખવામાં આવે છે. દેશ વિદેશથી લોકો તાજમહેલને નીહાળવા આવતા હોય છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી આગરા વિકાસ ઓથોરિટીએ આ ઈમારતના મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટેની ટિકિટમાં રૂપિયા 200નો વધારો કરી દીધો છે. જોકે, પહેલા જ ASI તરફથી ચાર્જ કરાતા રૂપિયા 200 અલગથી છે. આ સમગ્ર બાબતની જાણકારી આગરા ડિવિઝનલ કમિશનર અમિત ગુપ્તાએ આપી હતી. એટલે કે હવે તાજમહેલના પ્રવાસીઓ પર ખર્ચનું ભારણ વધી જશે.
આ પણ વાંચોઃરૂ.8,505માં હવે કરો ભારત દર્શન, રેલવે વિભાગ લાવ્યું મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન