- મુંબઈમાં ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે
- કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લેનારા લોકલ ટ્રેનમાં કરી શકશે પ્રવાસ
- મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) રવિવારે કરી જાહેરાત, 15 ઓગસ્ટથી પ્રવાસી લોકલ ટ્રેન (Local train)માં જઈ શકશે
મુંબઈઃ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મુંબઈમાં કોરોનાની વેક્સિનના (Corona Vaccine) બંને ડોઝ લઈ લેનાર પ્રવાસી જ લોકલ ટ્રેનમાં જઈ શકશે. આ અંગે સરકારે મંજૂરી આપી દીધી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Chief Minister Uddhav Thackeray) રવિવારે રાત્રે રાજ્યના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાની વેક્સિન (Corona Vaccine)નો બંને ડોઝ લઈ લેનારા મુંબઈના લોકો 15 ઓગસ્ટથી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે, અત્યારે કેટલીક ઢીલાશ આપી રહ્યા છીએ, પરંતુ કોરોનાના કેસ વધશે તો અમારે ફરીથી લૉકડાઉનનો સહારો લેવો પડશે. એટલે હું અપીલ કરું છું કે, તમે કોરોનાની વધુ એક લહેરને આમંત્રિત ન કરો.
આ પણ વાંચો-અમદાવાદ - મુંબઇ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો પિલ્લર તૈયાર
પ્રવાસીએ બંને ડોઝ લીધા છે કે નહીં તે એક એપના માધ્યમથી જાણી શકાશે
મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, મુંબઈમાં લોકલ ટ્રેનો (Local train) એવા લોકો માટે 15 ઓગસ્ટથી શરૂ થશે, જેમણે કોરોનાની વેક્સિનનો બંને ડોઝ લઈ લીધો છે. અમે એક એપ લોન્ચ કરીશું, જ્યાં લોકો અપડેટ કરી શકે છે કે, તેમણે બંને ડોઝ લઈ લીધા છે અને જ્યારે તેમણે બીજો ડોઝ લીધો છે. લોકો એપથી કે ઓફિસમાંથી પાસ લઈ શકે છે.