- ચોમાસાની શરુઆત પહેલા પશ્ચિમ બંગાળમાં આકાશીય વીજળીએ કેર
- 6 જિલ્લામાં વીજળી ત્રાટકી
- 27 લોકોના મોત
- મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 11, મિદનાપુરમાં 2 લોકોના મોત
કલકત્તા : પશ્ચિમ બંગાળ (West Bengal) માં 6 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી પડી હતી જેમાં 27 લોકોના મોત નીપજ્યા હતા.મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 11,પશ્ચિમ મિદનાપુરમાં 2, પૂર્વ મિદનાપુરમાં 2 અને બાંકુડામાં 2 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો : પૂણેના પીરંગુટ ખાતે કેમિકલ કંપનીમાં આગ લાગી, 18ના મોત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યકત કરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે પ્રાર્થના પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું છે કે, "પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાના કારણે તેમના પ્રિયજનનું મોત નીપજ્યું છે, તેના પરિવાર સાથે મારી સંવેદના છે. જેઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરૂ છું."
આ પણ વાંચો : અઢી ઈંચના વરસાદ બાદ ઉમરપાડાના ચેકડેમ છલકાયા
લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા
5 થી 20 લોકો જ્યારે ખેતરમાં કામ કરી રહ્યાં હતા ત્યારે વીજળી ત્રાટકી હતી. ઘાયલોને જંગીરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બહરામપુર કોલોનીમાં પણ 2 લોકોના મોત થયા હતા તો એક વ્યક્તિને ઈજા પહોંચી હતા. સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અચાનક આવેલી આંધી બાદ ભારે વરસાદ શરુ થયો હતો. લોકો કોલોનીમાં ઘુસી ગયા હતા. બરાબર આ સમયે વીજળી ત્રાટકી હતી જેને કારણે બે લોકો બેભાન થઈ ગયા.