કોલ્હાપુર: ફરવા માટે ગોવા (Site Seen For Goa) ગયેલા 11 યુવાનોએ અર્ધ નગ્ન હાલતમાં વિડિયોગ્રાફી કરી લૂંટ (Loot in nacked pose) ચલાવી હતી. આ ઘટના ગોવાના માપુસામાં બની હતી. ગોવામાંથી લૂંટની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ગોવા ગયેલા ચાંદગઢ તાલુકાના 11 યુવકોને બ્લેકમેઈલ (Blackmail Case Filed) કરાયા હતા.આ તમામને એક રૂમમાં બંધ કરીને અર્ધ નગ્ન હાલતમાં વીડિયો ઉતારી બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બુધવારથી બે દિવસ પહેલા ગોવામાં બની હતી. આ ઘટના બાદ પીડિત યુવકો છેલ્લા બે દિવસથી ભયમાં જીવી રહ્યા છે.
જલસા કરવા ગોવા ગયેલા 11 યુવાનો લૂંટાયા,અર્ધનગ્ન કરીને વીડિયો બનાવી કર્યું આવું - કોલ્હાપુર પોલીસ લૂંટ કેસ
ગોવા જલસા (Site Seen For Goa) કરવા માટે જતા યુવાનો માટે એલર્ટ આપી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 11 યુવકોને અર્ધનગ્ન કરીને એનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. એ પછી એને બ્લેકમેઈલ (Blackmail Case Filed) કરીને લૂંટી લેવાયા હતા. આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો:લ્યો બોલો : લૂંટની ઘટનાનો ફરિયાદી જ નીકળ્યો આરોપી
પોલીસ સુરક્ષાની માંગ: આ તમામ યુવકોએ ચાંદગઢ પોલીસમાં નિવેદન આપીને આ મામલામાં સુરક્ષાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદગઢ તાલુકાના 11 યુવકો ગોવા ફરવા માટે ગયા હતા. જ્યારે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. એ વખતે તેઓને ગોવામાં બોંડેશ્વર મંદિર પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ રોક્યા હતા. તમામ યુવાનોને કહ્યું કે, અમારી હોટેલમાં સારૂ ભોજન મળે છે. યુવાનો એમની સાથે જતા એક રૂમમાં બંધ કરી દેવાયા, ઢોર માર મારવામાં આવ્યો હતો. કપડાં ફાડી નાંખવામાં આવ્યા હતા. પછી તમામનો વીડિયો ઊતારીને બ્લેકમેઈલ કરાયા હતા. તમામના પૈસા, મોબાઈલ ફોન, સોનાની વીટી તથા ચેઈન લૂંટી લેવાયા હતા. વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગવામાં આવ્યા છે. ઓછામાં ઓછા દોઢ લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું મનાય છે.