ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વીજ પુરવઠો ખોરવાતા ટોર્ચના સહારે સારવાર, દર્દીઓની આખી રાત અંધારામાં - Uttar Pradesh Health Infrastructure

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી હચમચાવી દે (Power Cut Issue in Pratapgarh) એવી ઘટના સામે આવી છે. જેમાં ટોર્ચના સહારે દર્દીની સારવાર (Medical Treatment in Torch light) કરવામાં આવી હતી. આ ઘટનાથી ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધા અંગે ફરી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જોકે, મામલો સામે આવતા તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી.

વીજ પુરવઠો ખોરવાતા ટોર્ચના સહારે સારવાર, દર્દીઓની આખી રાત અંધારામાં
વીજ પુરવઠો ખોરવાતા ટોર્ચના સહારે સારવાર, દર્દીઓની આખી રાત અંધારામાં

By

Published : Jul 22, 2022, 6:21 PM IST

પ્રતાપગઢઃ પ્રતાપગઢ મેડિકલ કોલેજના ઈમરજન્સી (Pratapgarh Medical College Emergency Ward) વોર્ડમાં ગુરુવારે મોટી બેદરકારી (Power Cut Issue in Pratapgarh) જોવા મળી હતી. અહીં મોબાઈલ ટોર્ચના પ્રકાશમાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. જેના કારણે હવે હોસ્પિટલ ઓથોરિટી સામે પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ પટના એરપોર્ટ પર ઈન્ડિગો એરક્રાફ્ટની કરવામા આવી તપાસ, નથી મળ્યો બોમ્બ

ટોર્ચના સહારે ઈન્જેક્શનઃ 24 કલાક વીજળીનો દાવો કરતી હોસ્પિટલમાં મોબાઈલ ટોર્ચના (Medical Treatment in Torch light) પ્રકાશથી સારવારની ઘટનાએ ફરી એકવાર યુપીની આરોગ્ય સુવિધાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કર્યા છે. ગુરુવારે રાત્રે પ્રતાપગઢ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોબાઈલ ટોર્ચના પ્રકાશથી દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી. હેલ્થ વર્કરો ટોર્ચના એ જ પ્રકાશમાં ઈન્જેક્શન આપી રહ્યા હતા, તેમજ મલમ અને પાટો સહિતની તમામ સારવાર કરવામાં આવી રહી હતી.

દર્દીઓની અંધારામાં સારવારઃઅહીં સ્થિતિ એ છે કે ઈમરજન્સી વોર્ડ સહિત તમામ વોર્ડમાં દર્દીઓને અંધારામાં જીવવાની ફરજ પડી હતી. આ દિવસોમાં ઈમરજન્સી વોર્ડમાં ભારે અરાજકતા જોવા મળી રહી છે. એક તરફ સરકાર આરોગ્ય સેવાઓ પર લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ મેડિકલ કોલેજમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મોબાઈલ ટોર્ચ ચાલું કરીને દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ CBSE 10th result 2022: CBSE બોર્ડે ધોરણ 10નું પરિણામ બહાર પડ્યું, અહીં તપાસો

શું કહે છે અધિકારીઃઆ મામલે જ્યારે મીડિયાએ મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ આર્યદેશ દીપકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ ફોન ઊપાડ્યો નથી. આખી રાત વીજળી પુરવઠો કાર્યરત ન થતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મેડિકલ કૉલેજ પરિસરમાં મસમોટા જનરેટર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. અંધારાનો લાભ લઈને ચોર દર્દીઓના સ્વજનને શિકાર બનાવી શકે છે. જ્યારે ETV ભારતની ટીમે તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે એસઆર સંકલ્પ આ જોઈને ચોંકી જવાયું હતું. ત્યાં રહેલાઓએ મોબાઈલ છીનવવાનો પ્રયાસ શરૂ કર્યો. માત્ર ઈમરજન્સી વૉર્ડની વાત નથી. જનરલ વૉર્ડમાં પણ વીજ ધાંધિયાને કારણે ધોળા દિવસે અંધકારપટ જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details