ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
(1)ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ગુનાહિત રેકોર્ડ ધરાવતાં ઉમેદવારોની આ વિગતો પ્રજાએ જાણવી જરુરી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ નજીક છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી લડતાં ગુનાહિત ઉમેદવારો માટે નવી જોગવાઈ કરી છે. જેને પગલે ચૂંટણીમાં વધુ પારદર્શિતા આવશે. ઈ ટીવી ભારત વિશ્લેષણ કરી રહ્યું છે કે 2012 અન 2017માં ગુનાહિત ઉમેદવારો કેટલા હતાં અને કયા પક્ષના કેટલા ઉમેદવાર ચૂંટણી જીત્યાં અને ગુનાહિત ઉમદવારને પ્રજા મત આપે છે કે કેમ. CLICK HERE
(2)કેજરીવાલની સભામાં ઈમાનદારીના ભરપેટ વખાણની વચ્ચે લોકોમાં ભોજનની થઈ ખુલ્લેઆમ લૂંટફાટ
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવત માનની આજે જાહેરસભા (Kejriwal election Public Meeting in Junagadh) યોજાઈ હતી. આ સભામાં ઉપસ્થિત લોકોએ ભોજન માટે રીતસર લૂંટફાટ કરી હતી. CLICK HERE
(3)સ્મૃતિ ઇરાની કમલ શક્તિ કાર્યક્રમમાં મહિલાઓ સાથે ગરબાનાં તાલે ઝૂમ્યા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલનું નામ લીધા વગર ટોણો માર્યો હતો. જોકે, નવરાત્રીના દિવસોમાં સ્મૃતિ ઈરાનીએ ભાજપની મહિલા વીંગ સાથે દિલ ખોલીને ગરબા કર્યા હતા. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, હું ગુજરાતની પુત્રવધૂ છું પણ અમેઠીની સાંસદ છું. સ્ટેજ પર સ્મૃતિ ઈરાનીએ જ્યારે સંબોધન કર્યું ત્યારે એમનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. પણ સંબોધન પૂર્ણ થયા બાદ તેઓ દિલ ખોલીને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં સ્ટેજ પરથી સેલ્ફી પડાવી હતી અને મહિલા વીંગની કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવ્યા હતા. એ પછી તેમણે સ્ટેજ પર ગરબા રમવાના શરૂ કરી દીધા હતા. અમદાવાદમાં હેલો કમલ શક્તિ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની કમલ શક્તિ કાર્યક્રમમાં આવેલી મહિલાઓ સાથે ગરબાનાં તાલે ઝૂમ્યા હતા. CLICK HERE