- અમેરિકાના નાયબ વિદેશમંત્રી વેન્ડી શર્મન હર્ષવર્ધન શ્રિંગલાને મળશે
- ભારત-યુ.એસ.ની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની દિશા મજબૂત
- તાલિબાન, પાકિસ્તાન અને ચીન વચ્ચે વધતી જતી ધરી ભારત માટે ખતરો
દિલ્હી: અમેરિકાના નાયબ વિદેશ મંત્રી વેન્ડી શેરમન મંગળવારે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા. બંને અધિકારીઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ તાજેતરના રાજકીય વિકાસ અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. તેમની બે દિવસની ભારત મુલાકાત વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપક્ષીય શિખર બેઠકના થોડા દિવસો બાદ આવી છે.
બુધવારે, શેરમન ભારત-યુએસની સમીક્ષા કરવા માટે વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની યુએસએ મુલાકાતના દ્વિપક્ષીય એજન્ડા અને પરિણામો સમીક્ષા કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, દક્ષિણ એશિયા, ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર અને સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ વિશે પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોની આપ-લે કરશે.
ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત
શેરમન અને શ્રિંગલા યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા આયોજિત ઈન્ડિયા-આઈડિયાઝ સમિટના ખાસ સત્રમાં પણ ભાગ લેશે. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે પણ મુલાકાત કરશે. ડેપ્યુટી સેક્રેટરી શેરમેનની મુલાકાત નિયમિત વાતચીત ચાલુ રાખવા અને ભારત-યુ.એસ. વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત કરવા માટે ઉપયોગી તક હશેઃ એમઇએએ