- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
1) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકના મૈસુરમાં અકસ્માત થયો હતો. તેઓ પોતાના પરિવાર સાથે કારમાં મૈસુરથી બાંદીપુર જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. પ્રહલાદ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ છે. મંગળવારે આ ઘટના હતી. click here
2) વાઘ આવ્યો વાઘ આવ્યો: પાછળની સીટ પર લખ્યું હતું, આ ફ્લાઈટમાં બોંબ છે
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર સોમવારે આવ્યા હતા. જે બાદ ખળભળાટ મચી ગયો હતો. એરપોર્ટ અધિકારીઓએ ઉતાવળમાં ફ્લાઈટને એરપોર્ટના એક ખૂણામાં લેન્ડ કરાવી અને તપાસ કરી. આ પછી ખબર પડી કે બોમ્બના સમાચાર ખોટા છે. જોકે, આ વાવડ સામે આવતા દિલ્હી એરપોર્ટ પર થોડા સમય માટે દોડધામ મચી ગઈ હીતી. click here
3) હાઈકોર્ટે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં ભીડની અરજીને ફગાવી
ચીન સહિત સમગ્ર વિશ્વમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે ત્રણ મોટા મહોત્સવ ચાલી રહ્યા છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અને કાંકરિયા કાર્નિવલ તેમજ ફ્લાવર શોમાં લોકોની ભારે ભીડ જોવા રહી છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી, હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણીની માગને ફગાવી છે. click here
4) અમદાવાદ: ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવકની બે ભાઈઓએ કરી હત્યા
અમદાવાદના કૃષ્ણનગરમાં એક યુવકની હત્યાને બે ભાઈઓએ અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે. સોસાયટીની બહાર બાઈક અથડાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં તેઓના પરિચિત રમેશ મારવાડી નામના વ્યક્તિની બે ભાઈઓએ હત્યા કરી હતી. Click Here