- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
આજે ગુજરાતમાં રાજયવ્યાપી શોક: પીએમ મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં (Pm Modi Morbi Review Meeting ) ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અન્ય ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. જેમાં મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Click here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...
1 Morbi Bridge Collapse: PM મોદીએ મોરબીમાં હોસ્પિટલ અને બ્રિજની લીધી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મંગળવારે મોરબી પહોંચ્યા હતા. ત્યારબાદ બ્રિજ અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી. Click here
2 મોરબી પુલ હોનારતમાં એક પરિવારે બંને સંતાન ખોયાં, કોયલીમાં હાહાકાર
30 ઓક્ટોબર 2022 ની ઢળતી સાંજે મોરબીના ઝૂલતા પુલ પરની દુર્ઘટના ( Morbi bridge Collapse )એ કેટલાય પરિવારમાં હાહાકાર મચાવી દીધો છે. કોયલી ગામના ભૂમિકાબેન પોતાના નાનાભાઈ સાથે અહીં ફરવાનો આનંદ માણવા ગયાં હતાં. જ્યાં પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં બંને ભાઇબહેનના મોત (Siblings killed in Morbi bridge Collapse ) નીપજ્યાં છે. જેને પગલે કોયલી ગામમાં મોતનો માતમ ( Mourning in Koyli village ) છવાયો છે. Click here
3 Morbi Bridge Collapse: PM મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું કર્યુ હવાઈ નિરીક્ષણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મોરબી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મોરબી દુર્ઘટના સ્થળનું હવાઈ નિરીક્ષણ કર્યુ હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ઘટનાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનને આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 141 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ ખાનગી ઓપરેટર દ્વારા સમારકામ અને જાળવણી પછી ગયા અઠવાડિયે જ ફરીથી ખોલવામાં આવ્યા બાદ તૂટી પડ્યો હતો. Click here
- Etv Special