- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે
રાષ્ટ્રીય એકતા દિવસ 2022: સ્ટેચ્યુ ઓફ યુનીટિ ખાતે ભવ્ય કાર્યક્રમ
સ્ટેચ્યુ ઓફ યુનિટીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન દ્વારા જાન્યુઆરી 2020માં વિશ્વની 8 અજાયબીઓમાંની એક તરીકે માન્યતા આપવામાં આવી છે, એટલે કે તેને આઠમી અજાયબી કહેવામાં આવી છે. જેથી 31 ઓક્ટોબર 2022ને રાષ્ટ્રીય એકતા દિવસ 2022 તરીકે ઉજવી રહ્યા છીએ. ભારતમાં હાજર તાજમહેલને પ્રથમ અજાયબી કહેવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા દિવસ 2022 એટલે કે, દેશનો પાયો મજબુત થશે, જ્યારે તે દેશમાં અખંડિતતા અને એકતા સમાન રહેશે, દેશમાં શાંતિનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સૌ એકતા સાથે અને આપણા હૃદયમાં રાષ્ટ્રિય એકતા દિવસ 2022 લાગણી રહે છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો..
1 મોરબીમાં મોટી દુર્ઘટના: મચ્છુ નદી ઝૂલતો પુલ તૂટતા મૃતકો માટે મોદી સહિત નેતાઓએ સંવેદના ઠાલવી
મોરબીમાં મોટી દુર્ઘટના પ્રકાસમાં આવી છે. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટતા લોકો પાણીમાં પટકાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi expressed grief on morbi bridge collapse) મોરબીમાં થયેલા અકસ્માત અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી હતી. તેમણે બચાવ કામગીરી માટે ટીમોને તાત્કાલિક એકત્ર કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ મૃતકો માટે 2 લાખ રૂપિયાની સહાય અને ઈજાગ્રસ્તને 50000ની સહાયની જાહેરાત કરી છે. Click here
2 મોરબીમાં મચ્છુ નદી ઝુલતો પુલ તૂટતા નેતાઓ આપી કઈક આવી પ્રતિક્રિયા
મોરબીમાં મચ્છુ નદી ઉપર આવેલો ઝુલતો પુલ તૂટતા જ અનેક લોકોના જીવ ગયા થયા છે. જેમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓએ પ્રતિક્રિયા આપી (Morbi Tragedy Political Leaders gave reaction) હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ટ્વીટ કરીને લોકોના સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે મચ્છુ નદી ઉપર ઝૂલતો પુલ તૂટવો એ ખૂબ જ ગંભીર બાબત છે. Click here
3 ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર ભવ્યા સ્વાગત કરાયુ હતું. વડાપ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસમાં હજારો કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો (Vadodara Pm Modi Road Show) કર્યો અને લેપ્રસી ગ્રાઉન્ડમાં પહોંચ્યા છે. ત્યાં ચુનિંદા ઉદ્યોગપતિઓની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. Click here
4 અરવિંદ કેજરીવાલે સિવિલ કોડને લઇને ઉઠાવ્યો સવાલ