ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP News:આજથી બે દિવસીય વિધાનસભાનું સત્ર PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

Etv BharatTOP News:આજથી બે દિવસીય વિધાનસભાનું સત્ર PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
Etv BharatTOP News:આજથી બે દિવસીય વિધાનસભાનું સત્ર PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Sep 21, 2022, 6:00 AM IST

આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો
1) આજથી બે દિવસીય વિધાનસભાનું સત્ર

ગાંધીનગરમાં બે દિવસીય વિધાનસભાનું સત્ર યોજાવવાનું છે. જેમાં કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. હકીકત એવી પણ છે કે, આ સત્રમાં પ્રશ્નોતરી તાસની બાદબાકી કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગ અંગે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન અંગે આ વિધાનસભામાં સત્રમાં ચર્ચા થઈ શકે છે. Click Here

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

1) આતુરતાનો અંત, PM મોદી કરશે મેટ્રો રેલના નવા રૂટનું લોકાર્પણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમા મેટ્રો ટ્રેન ફેઝ 1 સંપૂર્ણ રીતે તૈયાર થઇ ચુક્યો છે. દેશના વડાપ્રધાન નવરાત્રીમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ મેટ્રોના ફેઝનો વસ્રાલથી થલતેજ સુધી 21 કિમી લાંબો મેટ્રો રુટ ખુલ્લો મૂકશે. તેઓ મેટ્રો ટ્રેનને ગ્રીન સિગ્નલ આપશે. click here

2) રાજનીતિ કરવા નહીં, અમે સૌરાષ્ટ્રની તસવીર બદલવા આવ્યા છીએઃનડ્ડા

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવ્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવેલા નડ્ડાએ કહ્યું કે, સૌરાષ્ટ્રની વાત કરૂ છું ત્યારે એ વાત છે કે, આ સંતોની અને સિંહની (J P Nadda ભૂમિ છે. આ ભૂમિને હું નમન કરૂ છું. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે, પ્રતિનિધિઓને મળું. ઘણી વખત ઓનલાઈન જોડાવવાનો ચાન્સ મળ્યો છે. જિલ્લા પંચાયતથી સાંસદ સુધી. ભારતીય જનતા પાર્ટીનું એક લક્ષ્ય માનવ સેવા પણ છે. click here

3) ખેલૈયા ગ્રુપની કમળ આકારની પાઘડી અને પીએમ મોદીની તસવીર, નવરાત્રિમાં ખીલ્યું કમળ

ગુજરાતમાં એકતરફ રાજકીય ફલક પર નવી ચહેલપહેલ છે ત્યાં બીજીતરફ નવરાત્રિને લઇને યુવાવર્ગમાં અનોખો તરવરાટ છે. આ બંનેનો સુભગ સંગમ જોવા મળ્યો જાણીતા ઇન્ટરનેશનલ ડાન્સર અનુજ મુદલિયારના ખેલૈયા ગ્રુપની ગરબા પ્રેકટિસમાં. આ વર્ષે તેઓ કમળના આકારની પાઘડીમાં રમઝટ બોલાવવાના છે. click here

4) મહિલા આયોગના Twitter અને પોલીસ સાયબર સેલ પર ગંભીર આરોપ, પાઠવી નોટિસ

દિલ્હી મહિલા આયોગે Twitter પર, અશ્લીલ વીડિયો વેચવા, શેર કરવા અને બનાવવાના મામલે Twitter અને દિલ્હી પોલીસના સાયબર સેલને નોટિસ પાઠવી છે. અને 26 સપ્ટેમ્બર 2022 સુધીમાં જવાબ માંગ્યો છે. click here

5) નાસિકમાં 6 મહિનાનું બાળક નેઇલ કટર ગળી ગયું

નાસિક રોડ વિસ્તારમાં આઠ મહિનાના બાળક દ્વારા નેઇલ કટર ગળી જવાની ઘટના (Baby Swallowed Nail Cutter) સામે આવી છે, ડૉક્ટર શાસ્ત્રીએ તાત્કાલિક સર્જરી કરીને નેઇલ કટર કાઢીને બાળકને નવું જીવન આપ્યું હતું. click here

સિતારા

1) ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 2023ના ઓસ્કર માટે એન્ટ્રી

ગુજરાતી ફિલ્મ 'ધ લાસ્ટ ફિલ્મ શો' 95માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ છે. ગુજરાતી ફિલ્મ જગત આ એક અસાધારણ અને મોટી ઘટના માનવામાં આવે છે. click here

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details