ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે. આ સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે આ સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...
TOP NEWS: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે આ સહિતના અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Jul 4, 2022, 4:00 AM IST

Updated : Jul 4, 2022, 8:43 AM IST

  • આજના એ સમાચાર જે તમને વાંચવા ગમશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે, ગાંધીનગરમાં કરશે ડિજિટલ ઈન્ડિયા વીકનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 4 જુલાઇના રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી ડિજિટલ ઇન્ડિયા વીકનો પ્રારંભ કરાવશે જેમાં કરોડો રૂપિયાના સ્ટાર્ટ અપ લોન્ચ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતની મુલાકાતે છે. Click Here

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) GTU શરૂ કરી રહી છે નવો કોર્ષ, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકશે ભારતીય સંસ્કૃતિ વિશે

અમદાવાદ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઘ્યાનમાં રાખીને GTU સંચાલીત ધરોહર સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ દ્વારા આગામી ઑગસ્ટ માસથી 2 વર્ષ માટેનો અનુસ્નાતક કોર્સ M.A ઈન હિન્દુ સ્ટડીઝ શરૂ કરવામાં આવશે.Click here

2) નાની ઉંમરે બાળકીએ કિક બોક્સિંગમાં જીત્યો બ્લેક બેલ્ટ, જાણો કોણ છે આ છોકરી...

સ્પોર્ટ્સ ક્ષેત્રે દિવસે દિવસે દીકરીનો દબદબો વધી રહ્યો છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જે ગેમ પુરૂષોની હોય છે. વડોદરાની એક દીકરીએ કિક બોક્સિંગમાં સૌથી નાની ઉંમરે બ્લેકબેલ્ટ મેળવ્યો છે. આ સિદ્ધિ અંગે એમના માતા પિતા પણ ગર્વ અનુભવી રહ્યા છે. Click Here

3) ત્રિપલ અકસ્માતઃ પુરપાટ સ્પીડથી આવી રહેલા ટ્રકચાલકે કાબુ ગુમાવ્યો, કારને અડફેટે લેતા ત્રણનાં મોત

હાઈવે પર ચાલતા રસ્તાના કામને કારણે ક્યારેક એવા મોટા અકસ્માત થાય છે કે, નિર્દોષ લોકોના જીવનદીપ કાયમી ધોરણે ઓલવાય જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના વડગામ તાલુકા પાસે બની હતી. જ્યાં એક સાથે ત્રણ વાહનો અથડાતા કારમાં રહેલા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યું થઈ ગયા હતા. Click Here

4) મોદીના ડરથી તેલંગાણાના સીએમ આવ્યા નથી: પીયૂષ ગોયલે કેસીઆર પર નિશાન સાધ્યું

2023ની તેલંગાણા ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય નેતાથી લઈને સ્થાનિક નેતાઓને આ માટે અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી છે. ભાજપ કાર્યકારિણીની બેઠકમાં આવેલા લગભગ તમામ નેતાઓએ કેસીઆર અને તેમની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. Click Here

5) સુરતમાં સર્જરી બાદ ચૌમુખીની તસવીર પર સોનુ સુદે આપી કઈ આવી પ્રતિક્રિયા

અભિનેતા સોનુ સૂદની મદદથી, એક દિવ્યાંગ બાળકી ની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. હવે તે પણ સામાન્ય બાળકની જેમ જીવન જીવવા માટે તૈયાર છે. સર્જરી બાદ ચૌમુખી જીવનમાં નવી ખુશીઓ લઈને પોતાના ગામ પહોંચી ગઈ હતી. તે ગામમાં પહોંચતા જ ઉજવણીનો માહોલ છે. Click Here

Special

માતાની અંતિમવિધિમાં જતી મહિલા ફ્લાઈટ ચૂકી ગઈ, દેવદૂત બનીને આવ્યો આ વ્યક્તિ

સુરત એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગની બહાર ઉભી રહેલી એક મહિલા રડી રહી હતી. મહિલા તેના એક વર્ષના બાળક સાથે ઊભી હતી. આ મહિલાની માતાનું અવસાન થતા કોલકાતા જવા માટે ફ્લાઇટની ટિકિટ કરાવી હતી. પણ ભારે વરસાદને કારણે આ મહિલા પોતાની ફ્લાઈટ ચૂકી જતા એક પ્રવાસી અને સ્ટાફે આ મહિલાને રૂ.42000નો ખર્ચો કરીને માતાની અંતિમ વિધિ માટે કોલકાતા રવાના કરી હતી. Click Here

Last Updated : Jul 4, 2022, 8:43 AM IST

For All Latest Updates

TAGGED:

TOP NEWS

ABOUT THE AUTHOR

...view details