- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) Nadabet Border Tourist Spot: ગૃહપ્રધાન અમિત શાહ નડાબેટ બોર્ડર ટુરિઝમનો રવિવારે પ્રારંભ કરાવશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ પાસે આવેલા સુઈ ગામમાં આ પ્રોજેક્ટ 125 કરોડના ખર્ચે ગુજરાત ટુરિઝમ દ્વારા ટુરિસ્ટ સ્પોર્ટ( Banaskantha Sui Village Tourist Sport)તૈયાર કરવામાં આવ્યો છે. તેનું ઉદ્ઘાટન રવિવારે સવારે 9 થી10 કલાકની વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કરશે.Click Here
2) અમદાવાદ આવેલા ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના આજે 50 વર્ષ પૂર્ણ
દુનિયાના નામાંકીત 6 સ્પેસ સેન્ટર ગણતરી થાય છે .એમના એક ભારતના સ્પેસ સેન્ટર ઈસરો જે પોતાના 52 વર્ષ પૂર્ણ કર્યા છે. પરંતુ અમદાવાદ આવેલા ઈસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. અમદાવાદમાં ISRO એપ્લિકેશન સેન્ટર સ્થાપના 1972માં આવી જે અલગ અલગ વિભાગમાં કામ કરે છે. આ એપ્લિકેશન સેન્ટર આજે 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે, જેને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Corona Update in Gujarat : NLU માં એકસાથે 35 વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યાં, હોસ્ટેલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઇ
કોરોનાના કેસો સિંગલ ડિજિટમાં જતાં રહ્યાંની હાશ વર્તાતી હતી ત્યાં ગાંધીનગરમાં ડરાવે તેવા સમાચાર (Corona Update in Gujarat ) સામે આવ્યાં છે. નેશનલ લો યુનિવર્સટીના 35 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (35 students corona positive in National Law University ) આવ્યાં છે. વધુ વાંચવા ક્લિક કરો.Click Here