- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) Light and sound show Ambaji: અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું આજે કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર
8થી 10 એપ્રિલના રોજ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમાના પ્રારંભ અવસરે અનેક કામોનું લોકાર્પણ કરશે. 13.35 કરોડના ખર્ચે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ (Light and sound show Ambaji)નું પણ આજે લોકાર્પણ કરવામાં આવશે.Click Here
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) વિવાદાસ્પદ નિવેદનથી લાગેલી આગને જીતુ વાઘાણીએ કર્યો ઠારવાનો પ્રયાસ, નાગરિકોને ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ
જીતુ વાઘાણીએ પોતાના વિવાદાસ્પદ નિવેદન બાદ આજે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્ર અને રાજ્ય માટે સૌને માન-સન્માન અને ગૌરવ હોય જ. આ માટે અમારે કોઇના સર્ટિફિકેટ જોઇતા નથી. સાથે જ તેમણે રાજ્યના નાગરિકોને ગેરમાર્ગે (vaghani appeals to citizens) ન દોરાવા અપીલ કરી હતી.Click Here
2) Nationalism in India: ભાજપ અને AAPમાંથી રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી કઈ?
દેશમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રવાદી (Nationalism in India) અને રાષ્ટ્રવિરોધી 2 વિચારધારાઓને લઇને પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે. સાથે જ આ લડાઈ પાર્ટીઓ સુધી સીમિત ન રહેતા નાગરિકોની વચ્ચે પણ જોવા મળે છે. ભાજપ AAPને અને કોંગ્રેસને રાષ્ટ્રવિરોધી કહેતી રહી છે. નેતાઓ આ મુદ્દે એકબીજા પર પ્રહારો કરતા રહ્યા છે.Click Here